Connect Gujarat
ગુજરાત

ગુજરાતની શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ 247 દિવસનું રહેશે, 80 દિવસની રજા

ગુજરાતની શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ 247 દિવસનું રહેશે, 80 દિવસની રજા
X

રાજ્યમાં આગામી 11 જૂનથી નવું શૈક્ષણિક સત્ર 2018-19 શરૂ થવા જઈ રહ્યું છે. આ નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને 247 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં 116 દિવસ અને બીજા સત્રમાં 131 દિવસનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. માર્ચ-2019માં લેવાનારી શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ 7 માર્ચથી શરૂ કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલ કક્ષાએ લેવાનારી ધો.9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષાઓ 8 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને 80 દિવસની રજા મળશે. જેમાં બે વેકેશનની 56 રજા રહેશે. પ્રથમ સત્રના અંતે 5 નવેમ્બરથી 21 દિવસીય દિવાળી વેકેશનનો પ્રારંભ થશે.

કયા મહિનામાં કેટલા દિવસનો અભ્યાસ ?

સમગ્ર વર્ષ દરમિયાન 247 દિવસનો અભ્યાસ કરાવાશે. પ્રથમ સત્રમાં જૂનમાં 17 દિવસ, જુલાઈમાં 26 દિવસ, ઓગસ્ટમાં 24 દિવસ, સપ્ટેમ્બરમાં 22 દિવસ, ઓક્ટોબરમાં 24 દિવસ અને નવેમ્બરમાં 3 દિવસ મળી પ્રથમ સત્રના કુલ 116 દિવસ થશે. બીજા સત્રમાં નવેમ્બરમાં 5 દિવસ, ડિસેમ્બરમાં 25 દિવસ, જાન્યુઆરીમાં 25 દિવસ, ફેબ્રુઆરીમાં 24 દિવસ, માર્ચમાં 24 દિવસ, એપ્રિલમાં 24 દિવસ અને મેમાં 4 દિવસ મળી કુલ 131 દિવસનો અભ્યાસ કરાવાશે.

Next Story