Connect Gujarat
ગુજરાત

ગુજરાતને  મળી વધુ એક સિદ્ધિ FDI ક્ષેત્રે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેળવવા માં ટોચ પર રહ્યું 

ગુજરાતને  મળી વધુ એક સિદ્ધિ FDI ક્ષેત્રે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેળવવા માં ટોચ પર રહ્યું 
X

ગુજરાત રાજ્ય FDI ક્ષેત્રે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેળવવમાં ટોચ પર રહ્યું હોવાનો રિપોર્ટ આંતરરાષ્ટ્રીય એજન્સી ફાયનાન્શિયલ ટાઈમ્સે રજુ કર્યો છે.

વર્ષ ૨૦૧૫ માં FDI ક્ષેત્રે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેળવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે.એટલું જ નહિ ચીનના શાંઘાઈ, ગ્વાંગડોંગ સહિતના રાજ્યો કરતાં પણ ગુજરાત આગળ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.૨૦૧૪ માં ગુજરાતમાં FDI ક્ષેત્રે ૨.૦૧ બિલિયન ડોલરનું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ થયેલું,જે ૨૦૧૫ માં છ ગણું વધીને ૧૨.૪ બિલિયન ડોલર (૮૨,૦૦૦ કરોડ રૂપિયા) થયું છે. ભારતમાં બીજા ક્રમે મહારાષ્ટ્રમાં રૂ. ૫૫,૦૦૦ કરોડ જેટલું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story