Connect Gujarat
ગુજરાત

ગુજરાતનો પ્રથમ કેસ: પારસી દંપતીના છૂટાછેડાને મરાઇ મંજૂરીની મહોર

ગુજરાતનો પ્રથમ કેસ: પારસી દંપતીના છૂટાછેડાને મરાઇ મંજૂરીની મહોર
X

સામાન્ય રીતે સ્વભાવે શાંત અને સામાજિક સમરસતા ધરાવતા પારસી સમાજમાં મેરિટ્સ

ઉપર કોર્ટમાં થયેલા છૂટાછેડાનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે જ સમગ્ર

પારસી સમાજમાં ચકચાર મચી છે. વ્યારાના પારસી દંપતીએ અત્રેની અદાલતમાં ડાયવોર્સ લેવા

કરેલી અરજીને સુરતના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઇએ મંજૂરીની મહોર

મારી છે, એટલું જ નહીં, પુત્રીનો

કબજો માતાને સોંપતો હુકમ કર્યો હતો.

આ ઘટનામાં વ્યારા મુકામે રહેતા ફ્રેડી દૂધવાળા (નામ બદલ્યું છે)ના લગ્ન પારસી રીત રિવાજ મુજબ ડિસેમ્બર ૨૦૦૯માં સુરત ખાતે રહેતી અરનાઝ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના થોડા જ દિવસોમાં પતિ ફ્રેડીએ પત્ની અરનાઝને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્ન અગાઉ ફેમિલી પ્લાનિંગ નક્કી હોવા છતાં ગર્ભ રાખવા બાબતે પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આ બાબતે દંપતી વચ્ચે અવારનવાર થઇ રહેલા ઝઘડા વચ્ચે ફ્રેડીએ સુરતના પાલ વિસ્તારમાં ફલેટનું બુકિંગ કરાવ્યું હતું, તેને માટે પણ પત્ની પાસે રૂપિયાની માંગણી કરતા અરનાઝે (નામ બદલ્યું છે) રૂપિયા ૧૦ લાખ ટુકડે ટુકડે આપ્યા હતા.

તંત્ર-મંત્ર અને ભૂવાના ચક્કરમાં આવી ફ્રેડી દ્વારા પત્નીને માનસિક ત્રાસ આપી

આત્મહત્યા કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. દરમિયાન ગર્ભાવસ્થા સમયે પણ પતિ

દ્વારા પુત્ર પ્રાપ્તિની ઝંખના રાખી દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓ દ્વારા ઝઘડાઓ કરી ઘરખર્ચ આપવાનું બંધ કરી દેવાયું

હતું. આખરે ઓક્ટોબર ૨૦૧૭માં અરનાઝ પુત્રીને લઇ પિયર રહેવા આવી ગઇ હતી. પતિ

ફ્રેડીના ક્રૂરતાપૂર્વકના વ્યવહારથી વાજ આવી જઇ છૂટાછેડા લેવા અત્રેની અદાલતમાં

એડવોકેટ પ્રીતિ જોષી મારફતે અરજી કરી હતી.

આ કેસ સુરતના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પારસી ડિસ્ટ્રિક્ટ મેટ્રોમોનિયલ કોર્ટના જજે છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. પારસી જ્યુરી કે જેમાં પરવીન કરંજિયા, ફારૂખ રૂવાલા-દસ્તુર, યાસ્મીન જમશેદ દોટીવાલા, દારાયસ દસ્તુર, ફારૂખ ઘીવાલાનો સર્વાનુમતે લેવાયેલો હુકમ પણ ધ્યાને લેવામાં આવ્યો હતો. અરજદાર પત્ની અને તેની પુત્રી ઉપર શારીરિક માનસિક ત્રાસ, સંતાન લાવવા માટે દબાણ સહિતની બાબતોની નોંધ લઇ સ્પેશિયલ પારસી ડિસ્ટ્રિક્ટ મેટ્રોમોનિયલ કોર્ટના જજ આર.કે. દેસાઇએ અરજદાર પત્ની અરનાઝની અરજી મંજૂર કરી હતી. સાથોસાથ પુત્રીના હિતને ધ્યાને લઇ તેની કસ્ટડી માતા પાસે જ યથાવત રાખવાનો ચુકાદો જાહેર કર્યો હતો.

Next Story