Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આશ્રમશાળાના પ્રણેતા અને વિધાનસભાના પહેલા સ્પીકર કલ્યાણજી મહેતાની પુણ્યતિથિ ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઈ

ગુજરાતમાં આશ્રમશાળાના પ્રણેતા અને વિધાનસભાના પહેલા સ્પીકર કલ્યાણજી મહેતાની પુણ્યતિથિ ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઈ
X

સમગ્ર ભારતમાં પહેલી આશ્રમશાળા શરૂ કરનાર અને ગુજરાત વિધાન સભાના પહેલા અધ્યક્ષ એવા કલ્યાણજી મહેતાની ૪૬મી પુણ્યતિથિ કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઇ હતી.

કલ્યાણજી મહેતા મુંબઇ દ્વિભાષી રાજ્યની વિધાન સભાના છેલ્લા સ્પીકર હતા. અને ગુજરાત રાજ્યની વિધાનસભાના પહેલા સ્પીકર હતા. તેમણે ૧૯પ૩માં આશ્રમશાળા શરૂ કરવા માટે મુંબઇ દ્વિભાષી રાજ્યમાં પહેલી વખત ખરડો પસાર કરાવ્યો હતો. અને ત્યાર પછી ભરૂચના નેત્રંગ પાસે આવેલ ચાસવડ ખાતે તે સમયે તેમણે પહેલી આશ્રમશાળાની શરૂઆત સરદાર વલ્લભભાઇ પટેલ અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી એવા પારસી મહિલા મીઠુબાઇ પીટીટ (માઈજી)ની સાથે શરૂ કરી હતી. મીઠુબેન પીટીટે કસ્તુરબા સેવાશ્રમ મરોલી ખાતે સ્થાપના કરી હતી. જેમના પહેલા પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="102670,102671,102672"]

૧૯પ૩માં પહેલી આશ્રમશાળાની સ્થાપના બાદ અનુક્રમે મરોલી, કેવડી અને આંબાવાડી ખાતે પણ આશ્રમશાળાઓની શરૂઆતી થઇ હતી. તેમાંથી ભારતની પહેલી આશ્રમશાળા ગણાતી ચાસવડની આશ્રમશાળા આજે પણ શ્રેષ્ઠ આશ્રમશાળા ગણાય છે. હાલ આ આશ્રમશાળાના મેનેજીંગ ડિરેકટર તરીકે પૂર્વમંત્ર ખુમાનસિંહ વાંસિયા સેવા આપે છે. ગુરૂવારના રોજ આશ્રમશાળાના પ્રણેતા એવા કલ્યાણજી મહેતાની ૪૬મી પુણ્યતિથિ ચાસવડ આશ્રમશાળા ખાતે મનાવાઇ હતી. જેમાં મેનેજીંગ ડિરેકટર ખુમાનસિંસ વાંસિયા ઉપરાંત ભરૂચ પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અને પત્રકાર જગદીશ પરમાર, નિવૃત્ત પ્રાધ્યાપક શરદભાઇ, કસ્તુરબા સેવાશ્રમ મરોલીના વ્યવસ્થાક પ્રતાપભાઇ, સહવ્યવસ્થાપક ધીરજભાઇ, આશ્રમશાળાના આચાર્ય ગૃહપતિ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલ્યાણજી કાકાને શ્રધ્ધાંજલિ સ્વરૂપે તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે મેનેજિંગ ડિરેકટર ખુમાનસિંહ વાંસિયાએ કલ્યાણજી મહેતા, મીઠુબેન પીટીટ અને સરદાર વલ્લભભાઇ પટેલના જીવનની ઝાંખી કરાવી આશ્રમશાળાની માહિતી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ પણ કલ્યાણજી કાકા જીવન ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Next Story