Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં જમીનનું ધોવાણ અટકાવવા 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે

ગુજરાતમાં જમીનનું ધોવાણ અટકાવવા 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે
X

અમદાવાદમાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાઈ હતી, આ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં ગ્રીન કવર વધારીને જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે, ગ્રામ પંચાયત થી લઈને મહાપાલિકા સુધીના વિસ્તારોમાં ઓછામાં ઓછા એક હજાર વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણી કરાશે. આ પ્રસંગે સૂકા ભીના કચરાના વર્ગીકરણ માટે 50 હજાર ગ્રીન બ્લ્યુ ડસ્ટબીનનું નાગરિકોને વિતરણ પણ કર્યું હતુ, મુખ્યમંત્રીએ લોકોને પોતાના ઘર,કામકાજના સ્થળે દુકાન ઉધોગના સ્થળે સ્વચ્છતા માટે પ્રરિત કરતી અને ભીના સૂકા કચરાના અલગ અલગ વર્ગીકરણ માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી.ગુજરાતમાંરાજ્યની 167 નગરપાલિકા 8 મહાનગરોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા કરીને ડમ્પિંગ સાઈટ પરના આવા કચરામાંથી વેસ્ટ ટુ એનર્જીની દિશામાં યોગ્ય મિકેનિઝમ ગોઠવવાની વાત પણ કરાઈ હતી, આ પ્રસંગે મેયર ગૌતમ શાહે જણાવ્યુ હતુ કે પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે, પાંચ જૂનથી 16 જૂન સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને સ્પર્ધામાં ભાગ લઈ શકાશે.

Next Story