Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ત્રણ નવી કોમર્શિયલ કોર્ટોની સ્થાપના કરવામાં આવશે

ગુજરાતમાં ત્રણ નવી કોમર્શિયલ કોર્ટોની સ્થાપના કરવામાં આવશે
X

સિવિલ કોર્ટોમાં મોટી નાણાંકીય લેવડ – દેવડની તકરારના કેસો ઘણાં લાંબા સમય સુધી ચાલતા રહેતા હતા. જેમાં પુરાવા લેવા સહિતની પ્રોસિજર લાંબી હોવાથી ઝડપી ન્યાય મળી શકતો નહોતો. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ કોર્ટો બનાવવા માટેનું નક્કી કર્યુ હતું.

હાલના તબક્કામાં ગુજરાતમાં ત્રણકોમર્શિયલ કોર્ટો બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. રાજયના કાયદા વિભાગ દ્વારા ત્રણ કોમર્શિયલ કોર્ટો બનાવવા માટે જાહેરનામું બહાર પાડયુ છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે કોમર્શિયલ કોર્ટોની રચના કરવામાં આવી છે.

કોમર્શિયલ કોર્ટોમાં નાણાંકીય લેવડ-દેવડના કેસો એફિડેવિટના આધારે મુકાશે. નવા કાયદામાં કંપની લિટિગેશન સહિત નાણાંકીય તકરારના કેસો ઘણાં લાંબા સમય સુધી સિવિલ કોર્ટોમાં ચાલતા હતા. આગામી દિવસોમાં ત્રણેય કોર્ટોમાં ગુજરાત હાઈકોર્ટ જજની નિમણૂક કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

Next Story