Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ પ્રસારણ સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યુ નિવેદન

ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ પ્રસારણ સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યુ નિવેદન
X

પદ્માવત ફિલ્મ અંગે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે પદ્માવત ફિલ્મનાં પ્રસારણ સંદર્ભે સુપ્રિમ કોર્ટનાં વચગાળાનાં સ્ટે અંગે સંપૂર્ણ અદ્યયન બાદ આગળ કાર્યવાહી હાથ ધરાશે.

મંત્રી જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અગાઉ પણ પદ્માવતિ ફિલ્મનાં ગુજરાતમાં પ્રસારણ અંગે એક નોટીફિકેશન જાહેર કરીને ફિલ્મને દર્શાવવા અંગે પ્રતિબંધ લગાવ્યો હતો. તે પછી નિર્માતા દ્વારા ફિલ્મનું નામ બદલવામાં આવતા, પદ્માવત ફિલ્મને ગુજરાતમાં ન દર્શાવવા અંગે ફરીથી બીજી વખત સરકારે નોટીફિકેશન પ્રસિધ્ધ કર્યુ હતુ.

અત્રે ઉલ્લેનીય છે કે, ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને તોડી- મરોડીને વિકૃત રીતે સમાજ સમક્ષ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના કારણે ક્ષત્રિય સમાજ અને વિવિધ સામાજીક સંગઠનોની લાગણી દુભાઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બગડે તે હેતુથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, સુપ્રિમ કોર્ટમાં લોક લાગણીના પ્રતિબિંબ સાથે રાજ્ય સરકાર તરફ થી વકીલ એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એક કલાક સુધી દલીલ કરી હતી અને સુપ્રિમ કોર્ટને વિવાદીત ફિલ્મ દર્શાવવાના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં શું પરિસ્થિતિ સર્જાઇ શકે તે અંગે વાકેફ કર્યા હતા. પરંતુ સુપ્રિમ કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો હતો. સુપ્રિમ કોર્ટના વચગાળાના સ્ટે અંગેના સંપૂર્ણ અદ્યયન કરીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રી જાડેજાએ જણાવ્યું હતુ.

Next Story