Connect Gujarat
ગુજરાત

ગુજરાતી માધ્યમની ટેટની પરીક્ષાનું પરિણામ થયું જાહેર

ગુજરાતી માધ્યમની ટેટની પરીક્ષાનું પરિણામ થયું જાહેર
X

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પેપર લીક બાદ ગત ૨૭મી જાન્યુઆરીએ લેવાયેલી માધ્યમિક સ્કૂલ શિક્ષક બનવા માટેની ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટેટ-૧)નું ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર કરાયું છે.

રાજ્યમાંથી ૧,૨૦,૮૦૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જે પૈકી ૪૫ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતાં ૬૨.૩૨ ટકા પરિણામ આવ્યું છે. પ્રથમવાર ત્રણ મહિના જેટલા લાંબા સમયગાળા બાદ પરિણામ જાહેર થયુ છે.

શિક્ષક બનવા માટેની ટેટ-૧ની પરીક્ષા પ્રથમ ૨૯ જૂલાઈના રોજ લેવાઈ હતી. જે પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર લીક થયું હોવાની ફરિયાદ થઈ હતી. જેના આધારે ગુજરાતી માધ્યમની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો અને બાદમાં ફરીથી ૨૭ જાન્યુઆરીની રોજ પરીક્ષા લેવાઈ હતી.

મુખ્ય વિષયોનું પરિણામ

વિષય ટકાવારી

અંગ્રેજી ૬૧.૮૩ %

ગુજરાતી ૬૩.૦૯ %

હિન્દી ૫૪.૦૪ %

સંસ્કૃત ૪૨.૧૯ %

ગણિત અને વિજ્ઞાન ૭૦.૫૪ %

સામાજિક વિજ્ઞાન ૭૩.૪૩ %

Next Story