Connect Gujarat
ગુજરાત

ગુજરાત પોલીસનું સંખ્યા બળ વધશે,17532 જવાનોની ભરતી કરવાની કવાયત શરૂ

ગુજરાત પોલીસનું સંખ્યા બળ વધશે,17532 જવાનોની ભરતી કરવાની કવાયત શરૂ
X

પોલીસ દળ મા જોડાવા માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

ગુજરાત પોલીસ દ્વારા 17532 જેટલા જવાનોની ભરતી માટે ની કવાયત શરૂ કરવામાં આવી છે અને પોલીસ દળ મા જોડાવા માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ગુજરાત પોલીસમાં પોલીસ નું સંખ્યા બળ વધારવા માટે તારીખ 07-07-2016 થી 30-07-2016 દરમિયાન ઓનલાઇન ભરતી માટેની કાર્યવહી શરૂ કરવામાં આવશે.આ ભરતી દરમિયાન કોન્સ્ટેબલ,જેલ સિપાહી,મહિલા/મેટ્રન સહિતના વર્ગ-3 સંવર્ગ ની કુલ 17532 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ મા છેલ્લા ઘણા સમય થી પોલીસ કર્મી ઓ ની ખોટ અનુભવાય રહી છે, જેને પહોંચી વળવા માટે આ ભરતીની પક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારો એ ઓનલાઇન અરજી અંગે https://ojas.gujaratgov.in,http://home.gujaratgov.in,તથાhttp://gad.gujarat.gov.in પર અરજી અંગેના નિયમો અને ઠરાવો પરિપત્રો વગેરે ની માહિતી જાણી શકાશે.

Next Story