Connect Gujarat
ગુજરાત

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ની મહેનત રંગ લાવી 

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ની મહેનત રંગ લાવી 
X

અંકલેશ્વર,પાનોલી ઔદ્યોગિક વસાહત ક્રિટિકલ પોલ્યુશન ઝોનમાં મુકાયા બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ દ્વારા પણ આ કલંક એસ્ટેટ ના માથેથી દૂર થાય તે અંગે મહત્વ રૂપ ભૂમિકા ભજવી છે.

ગાંધીનગર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમના મેમ્બર સેક્રેટરી હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીપીસીબી પ્રાદેશિક કચેરી દ્વારા એસ્ટેટ પ્રદુષણ મુક્ત બને અને ક્રિટિકલ પોલ્યુટેટ ઝોનનું કલંક દૂર થાય તે માટે ઉલ્લેખનીય જવાબદારી નિભાવી છે.

ઔદ્યોગિક વસાહતોમાં બેજવાબદાર ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણ સામે કડકાયથી કાર્યવાહી કરીને ઉદ્યોગ એકમના સંચાલકો સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહીનું પગલુ ભર્યું હતુ.આ ઉપરાંત પ્રદુષણ ફેલાવવા અંગેના ગુના સબબ આરોપી સામે પાસા સુધીની કાર્યવાહી પણ જીપીસીબી ના પ્રયાસોથી થઇ હતી.

જીપીસીબી ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતો માં માળખાગત સુવિધાઓ થી એસ્ટેટને સજ્જ કરવામાં આવ્યુ છે.આ ઉપરાંત ઉદ્યોગો સાથે ઓપન હાઉસ મિટિંગ થકી પણ ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો જીપીસીબી દ્વારા કરવામાં આવ્યા છે.એસ્ટેટમાં એર પોલ્યુશન અટકાવવા માટેના સાધનો વિકસાવવાની સાથે,પ્રદુષિત ખાડી પર CCTV કેમેરા લગાવીને રાઉન્ડ ઘી ક્લોક મોનીટરીંગ પણ GPCB દ્વારા કરવામાં આવતા તેનું સુખદ પરિણામ આંઠ દસ વર્ષે આવ્યુ છે.વધુમાં ઉદ્યોગો દ્વારા જીપીસીબીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની સુવિધા પણ શરુ કરવામાં આવતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી વધુ વેગવંતી બની છે.

Next Story