Connect Gujarat
ગુજરાત

ગુજરાત માં ઇન્દિરા ગાંધી માથે સાડીનો પલ્લુ ઓઢતા  

ગુજરાત માં ઇન્દિરા ગાંધી માથે સાડીનો પલ્લુ ઓઢતા  
X

ભારત દેશ ના પ્રથમ અને સૌથી વધુ પ્રધાન મંત્રી તરીકે નો કાર્યભાર સંભાળનાર ઇન્દિરા ગાંધી નો જન્મ કાશ્મીરી પંડિત પરિવાર માં થયો હતો,19 નવેમ્બર 1917માં ઉત્તર પ્રદેશ ના અલ્હાબાદ ખાતે ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો.પિતા પંડિત જવાહરલાલ નહેરુ ના નકશે કદમ પર ચાલીને તેઓએ પણ રાજનીતિ માં પોતાનો ડંકો વગાડયો હતો.

indira-gandhi

ઇન્દિરા ના લગ્ન ફિરોઝ ગાંધી સાથે થતા તેઓને ગાંધી ઓળખ મળી હતી.ઇન્દિરા ગાંધી સન 1959 માં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા,અને 1964 માં પિતા જવાહરલાલ નહેરુ ના નિધન બાદ તેઓએ લાલબહાદુર શાસ્ત્રી સરકાર માં કેબિનેટ મંત્રી બનવાનો વિચાર કર્યો હતો.જોકે શાસ્ત્રીજી ના નિધનબાદ કોંગ્રેસની અધ્યક્ષા ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈ ને હરાવ્યા હતા અને પ્રથમ મહિલા પ્રધાન મંત્રી બન્યા હતા.

ઇન્દિરા ગાંધી વર્ષ 1966 થી 1977 સુધી પ્રધાનમંત્રી તરીકે નો કાર્યભાર સંભાળ્યો હતો,જોકે અમૃતસર ના સુવર્ણ મંદિરમાં આતંકવાદીઓને બહાર કાઢવા માટે ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.જ્યારે 31મી ઓક્ટોબર 1984 ના રોજ ઇન્દિરા ગાંધી ના બે અંગ રક્ષકો સતવંતસિંઘ અને બેઅંતસિંઘે તેઓની ગોળી મારી ને હત્યા કરી નાખી હતી.

indian-prime-minister-indira-gandhi-visits-ahmedabad-gujarat-1969

સ્વ.ઇન્દિરા ગાંધી જ્યારે પણ ગુજરાત આવતા તો સાડીનો પલ્લુ માથે ઓઢતા હતા અને પોતે ગુજરાતના વહુ હોવાનું કહેતા હતા,ભરૂચ માં ફિરોઝ ગાંધીના દાદા નું ઘર હતુ તેથી ઈન્દિરા ગાંધીને ગુજરાત પ્રત્યેનો લગાવ વધુ હતો.આજે પણ ભરૂચના કોટ પરીવાડમાં આવેલ આ ઘર ગાંધી પરિવારનું સ્મારક તરીકે ઓળખાય છે.

Next Story