Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં બિચ ફેસ્ટીવલનો પ્રારંભ, જાણો ક્યાં થયો ફિયાસ્કો

ગુજરાતમાં બિચ ફેસ્ટીવલનો પ્રારંભ, જાણો ક્યાં થયો ફિયાસ્કો
X

ગુજરાતના દ્વારકા, સોમનાથ સહીત અન્ય કેટલીક જગ્યાઓ એ આજ રોજ રવિવાર થી બિચ ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

એક મહિના સુધી ચાલનારા આ ફેસ્ટીવલનું દ્વારકા ખાતે ગુજરાત રાજ્યના મંત્રી ચીમનભાઈ શાપરિયા ઉદ્ધઘાટન કરવાના હતા. પરંતુ મંત્રી સમયસરના આવતા અંતે લાંભી પ્રતીક્ષા બાદ કાર્યક્રમ શરૂ કરીદેવાયું હતું, તો સોમનાથ ખાતે મંત્રી જશાભાઈ બારડે બિચ ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો. બિચ ફેસ્ટીવલનું આયોજન ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા રાજ્યના સમુદ્રી કિનારે પ્રવાસનના વિકાસ હેતુ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી આવા કાર્યક્રમોને ગુજરાતમાં સારો પ્રતિસાદ મળ્યો નથી. આજના કાર્યક્રમમાં પણ અત્યંત પાંખી હાજરી ઉડીને આંખે વળગી હતી, મોટા ભાગની ખુરસીયો ખાલી જોવા મળી હતી, એટલુંજ નહિ પણ મંત્રીશ્રી એ ખાલી ખમ ઓડિયન્સ ને સંબોધન કર્યું.ગુજરાત ટુરિઝમ દ્વારા ટુરિઝમ ને વેગ મળે તે હેતુ થી બીચ ફેસ્ટિવલ નું આયોજન કરાય છે પરંતુ યોગ્ય પ્રચાર પ્રસારના હોવાના કારણે આવા કાર્યક્રમો માં પ્રવાસીયોની પંખી હાજરી થાય છે અને કાગળ પર કાર્યક્રમ સફળ બનાવામાં આવે છે.

Next Story