Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત
X

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36123 થઈ ગઈ છે. જ્યારે વધુ 18નાં મોત સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચ્યો છે. આજે 486 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 25900 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આજે 725 નવા નોંધાયેલ કેસ પૈકી 24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177,વડોદરામાં 64,રાજકોટમાં 42,વલસાડમાં 18,ભરૂચમાં 15,ખેડામાં 12,પાટણમાં 11,જૂનાગઢમાં 13,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 9,સુરેન્દ્રનગરમાં 9,ભાવનગરમાં 16,તાપીમાં 9,બનાસકાંઠામાં 8,સાબરકાંઠામાં 8,દાહોદમાં 8,જામનગરમાં 6,પંચમહાલમાં 6,અરવલ્લીમાં 5,મોરબીમાં 5,ગીર સોમનાથમાં 4,નવસારીમાં 3,મહિસાગરમાં 3,બોટાદમાં 3,કચ્છમાં 2,નર્મદામાં 1,અમરેલીમાં 1,છોટા ઉદેપુરમાં 1,દેવભૂમિ દ્વારકામાં 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં 6, જામનગરમાં 1, અમદાવાદ 9, ગાંધીનગર 1 અને ખેડામાં એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1945 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25900 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8278 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 વેલ્ટીલેટર પર છે અને 8206 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,12,124 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story