Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર, આજે વધુ 572 નવા કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર, આજે વધુ 572 નવા કેસ નોંધાયા
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 572 નવા પોઝિટિક કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 575 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21096 દર્દી સાજા થયા છે.

આજે 572 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ 215, સુરતમાં 172, વડોદરામાં 45, ભરૂચ 10, રાજકોટમાં 13, આણંદ 9, પંચમહાલ -9, સુરેન્દ્રનગર 5, નર્મદા-9, અરવલ્લી - 7, નવસારી - 6, ગાંધીનગર- 5, કચ્છ- 5, ગીર સોમનાથ- 5, વલસાડ-5, મહેસાણા- 4, અમરેલી-4, ભાવનગરમાં - 5 , મહિસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, જૂનાગઢ 4 કેસ, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, જામનગર અને દાહોદમાં એક -એક નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 5, પાટણ-2,જામનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા-1, ગીર સોમનાથમાં -1 મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1711 લોકોનાં મોત થયા છે. કોરોનાથી અત્યા સુધી 1736 મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21096 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6169 એક્ટિવ કેસ છે, જેમાંથી 70 વેલ્ટીલેટર પર છે અને 6099 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,40, 080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story