Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે

ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે
X

દરરોજ બદલાતા પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન 5 જુલાઈના રોજ પેટ્રોલની ખરીદી નહીં કરે. આ નિર્ણય ભારત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્રારા લેવામાં આવ્યો છે. 5 જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ખરીદ વેચાણ પર રોક લગાવવામાં આવી છે.

તે સિવાય 12 જુલાઈના રોજ ખરીદ વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિતતા લાવવાની માંગ 16 જૂનથી 1 જુલાઈ સુધી પેટ્રોલ ડીલર્સ એસોસીએશનને 2000 કરોડનું નુકસાન થયો હોવાનો અંદાજ છે.

પેટ્રોલ ડીલર્સ એસોસિએશનની માંગણી છે કે દરરોજ બદલાતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે તેમને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તેમનું કહેવું છે કે દરરોજ બદલાતા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિત્તા લાવવાની માંગ કરી હતી.

Next Story