Connect Gujarat
ગુજરાત

ગુજરાત લયન્સનો પુણેની ટીમ સામે 7 વિકેટે વિજય

ગુજરાત લયન્સનો પુણેની ટીમ સામે 7 વિકેટે વિજય
X

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ અને પુણેની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ગુજરાત લાયન્સની ટીમે ટોસ જીતી સૌ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આથી પ્રથમ બેટિંગ ટીમ પુણેએ લીધી હતી.

પુણેની ટીમમાંથી ઓપનીંગ જોડી તરીકે અજીંક્ય રહાણે અને રાહુલ ત્રિપાઠી ઉતર્યા હતા. જો કે પ્રવિણ કુમારની બોલિંગમાં અજીંકય રહાણેનો કેચ સુરેશ રૈનાએ કરતા તે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયનમા જતા રહ્યા હતા. ત્યાર બાદ ટીમ પુણેની કમાન સંભાળવા સ્ટીવન સ્મિથ આવ્યા હતા.જેમણે રાહુલ ત્રિપાઠી સાથે બેટીંગ કરતા 64 રનની ભાગેદારી કરી હતી.

unnamed

જોકે ટીમ પુણેની કમાન બેન સ્ટોકસે સંભાળી હતી. બેન સ્ટોકસ અને સ્ટીવન સ્મિથ કોઈ મોટી ભાગેદારી નહોતી નોંધાવી શક્યા સ્મિથ 28 બોલમાં 43 રન કરી આઉટ થયા હતા. ત્યારબાદ મનોજ તિવારી અને બેન સ્ટોકસે પુણેની ટીમની રમતને અાગળ ધપાવી હતી.પરંતુ એન્ડ્રયુ ટાઈ દ્વારા ફેંકવામાં આવેલી 13મી ઓવરમાં બેન સ્ટોકસ માત્ર 25 રન બનાવી આઉટ થયા હતા. અને મનોજ તિવારીનો સાથ આપવા ખુદ મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ઉતર્યા હતા. જો કે જાડેજાએ તેમને એલબીડબલ્યુ આઉટ કરતા માત્ર 5 રને ધોનીએ ભેગા થવુ પડયુ હતુ. પણ એન્ડ્રયુ ટાઈ દ્વારા હેટ્રિક વિકેટ લેવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પુણેની ટીમે 20 ઓવરમાં 171 રન કરી ગુજરાત લાયન્સની ટીમને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જ્યારે ગુજરાત લાયન્સની ટીમને 120 બોલમાં 172 રનનો લક્ષ્યાંક ટીમ પુણે દ્વારા આપવામાં આવ્યો હતો. તે લક્ષ્યાંકનો કરતા ટીમ ગુજરાત લાયન્સે સૌ પ્રથમ ઓપનીંગ જોડી તરીકે ડવેઈન સ્મિથ અને બ્રેન્ડોન મેકલુમને મોકલ્યા હતા.બંને વચ્ચે 92 રનની ભાગેદારી પણ થઈ હતી. જેના કારણે ગુજરાત લાયન્સની ટીમને એક મોરલ સપોર્ટ મળ્યો હતો. સ્મિથ 30 બોલમાં 47 રન કરી આઉટ થયા હતા. ત્યારબાદ તેમના સ્થાને સુરેશ રૈના આવ્યા હતા.જો કે તેમની અને મેકલુમ વચ્ચે ખાસ ભાગેદારી જોવા મળી નહોતી મેકલુમ પોતાની અર્ધસદી પુરી કરે તે પહેલા જ તેઓ 49 રને આઉટ થયા હતા. ત્યારબાદ તેમના સ્થાને કાર્થિક આવ્યા હતા.જો કે માત્ર પાંચ રન બનાવી તેઓ ઈમરાન તાહિરની બોલ પર આઉટ થયા હતા. ત્યારબાદ ફિંચ અને રૈના એ ભાગેદારી કરતા ત્રણ વિકેટના નુકશાને ગુજરાત લાયન્સને 7 વિકેટે વિજય અપાવ્યો હતો.

ગુજરાત લાયન્સ ની ટીમ ના બોલર એન્ડ્રયુ ટાઈ પોતાનુ અભુતપુર્વ યોગદાન આપ્યુ હતુ. એન્ડ્રયુ ટાઈ એ 4 ઓવરમાં 17 રન આપી 5 વિકેટ ટીમ પુણેની ખેરવી હતી. તો 20મી ઓવરમાં એક પછી એક એમ કરી ત્રણ વિકેટ મેળવીને હેટ્રીક વિકેટ મેળવનાર બોલરની યાદીમાં નામના મેળવી હતી.

Next Story