Connect Gujarat
ગુજરાત

ગુજરાત લાઈન્સની ટીમને મનોરંજન કર મુદ્દે કલેકટર દ્વારા નોટિસ ફટકારાય

ગુજરાત લાઈન્સની ટીમને મનોરંજન કર મુદ્દે કલેકટર દ્વારા નોટિસ ફટકારાય
X

રાજકોટના હોમ ગ્રાઉન્ડ પર આઇપીએલની બે સિઝનથી ગુજરાત લાયન્સની ટીમ મેચ રમે છે. પરંતુ મનોરંજન કર ભરવામાંન આવતા આખરે કલેકટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ઇન્ટેક્ષ કંપની દ્વારા આઈપીએલની છેલ્લી બે સીઝનથી ગુજરાત લાયન્સ ટીમ હોમ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે મેચ રમવામાં આવે છે. રાજકોટ કલેકટર દ્વારા ગુજરાત લાયન્સની ટીમને મનોરંજન કર માટે ફરીથી નોટિસ આપવામાં આવી છે.

ગુજરાત લાયન્સ પાસેથી રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ઉપર રમાયેલ આઇપીએલની પાંચ મેચોની ટીકીટ વેચાણ ઉપર મનોરંજન કર વસૂલવા ઉપરાંત ગત સીઝનનો દોઢ કરોડનો બાકી ટેક્ષ વસૂલવા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ઇન્ટેક્ષ કંપનીની મુખ્ય ઓફિસ કાનપુર હોવાથી ટેક્ષ વસુલાત અંગે કાનપુર કલેકટરને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. બીજી તરફ કાનપુર કલેકટરે પણ ટેક્ષ બાબતે બે મેચ જે કાનપુરમાં રમાય હતી તે અંગે નોટિસ ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ કલેકટરે ગુજરાત લાયન્સને મનોરંજન કર અંગે નોટિસ ફટકારવા માટે સૂચના આપી હતી પરંતુ કોઇ જ કાર્યવાહી નહિ થતા પડધરી મામલતદારને આ અંગે ફરી થી તાકીદ કરાઇ હતી,જેને પરિણામે પડધરી મામલદારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પાસેથી ગુજરાત લાયન્સનું હેડ કવાર્ટરનું સરનામુ મેળવ્યા બાદ કાનપુર ખાતે નોટિસ મોકલવામાં આવી હતી.

Next Story