Connect Gujarat
ગુજરાત

ગુજરાત લાયન્સ સામે RCB નો 21 રને વિજય

ગુજરાત લાયન્સ સામે RCB નો 21 રને વિજય
X

રાજકોટ ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાયેલ ગુજરાત લાયન્સ અને RCB વચ્ચે IPL જંગમાં ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલી ની ફટકાબાજીએ રોયલ ચેલેન્ઝર્સ ને વિજેતા બનાવ્યા હતા.

unnamed (2)

RCB ની ટીમે પ્રથમ બેટીંગ કરતા માત્ર બે વિકેટ ગુમાવી 214 રન ફટકાર્યા હતા. તો ઓપનીંગ બેસ્ટમેન તરીકે કપ્તાન વિરાટ કોહલી તેમજ ક્રિસ ગેઈલ ઉતર્યા હતા. ક્રિસ ગેઈલે 38 બોલમાં 77 રન બનાવ્યા હતા.

unnamed (1)

જેમાં 7 સિક્સર અને પાંચ ચોકા પણ સામેલ હતા. જ્યારે વિરાટ કોહલીએ 50 દળામાં 64 રન બનાવ્યા હતા. જેમાં સાત ચોકા અને એક સિકસર મારી હતી. ત્યારે બેંગ્લોરની ટીમ બાદ ગુજરાતની ટીમ દાવમાં ઉતરી હતી.જેણે સાત વિકેટ ગુમાવી 192 રન નોંધાવ્યા હતા. જો કે ગુજરાતની ટીમમાંથી સૌથી વધુ રન બ્રેન્ડન મેકલ્લુમ દ્વારા ફટકારવામાં આવ્યા હતા.

Next Story