Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાનાં પ્રથમ ચરણનાં મતદાનની શરૂઆત 

ગુજરાત વિધાનસભાનાં પ્રથમ ચરણનાં મતદાનની શરૂઆત 
X

ગુજરાત વિધાસનભાનાં પ્રથમ ચરણમાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાનની શરૂઆત થઇ છે.

આ તમામ બેઠકો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની છે. ચૂંટણીનાં રસાકસી ભર્યા માહોલ વચ્ચે 89 બેઠકો પર 977 ઉમેદવારો મેદાને છે.

જેમાં રાષ્ટ્રીય પક્ષોનાં 273 ઉમેદવારો, ભાજપનાં 89 ઉમેદવારો, કોંગ્રેસનાં 86 ઉમેદવારો અને બહુજન સમાજવાદી પાર્ટીના 64 ઉમેદવારો મેદાનમાં છે.

આ સિવાય પણ NCPના 30, JDUના 14 AAPના 21, શિવસેનાના 25, SPના 4, BTPના 3, CPIMના 2 અને CPIનો 1 ઉમેદવારબનું ભાવિ મતદારો નક્કી કરશે. મહત્વની બાબત એ છે કે, પ્રથમ તબક્કામાં 442 જેટલા ઉમેદવારો અપક્ષ માંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે બીન માન્યતા પ્રાપ્ત પક્ષના 198 ઉમેદવારો મેદાને છે.

પ્રથમ તબક્કાના મતદાન માટે 24,689 મતદાન મથકો તૈયાર કરાયા છે. જ્યાં કુલ 2 કરોડ 12 લાખ 31 હજાર 652 મતદારો પોતાના મત્તાધિકારોનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં કુલ 1 કરોડ, 11 લાખ, 5 હજાર 933 પુરૂષ મતદારો અને 1 કરોડ 1 લાખ 25 હજાર 472 મહિલા મતદારો મતદાન કરશે.

Next Story