Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે પરેશ ધાનાણી નિયુક્ત

ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા તરીકે પરેશ ધાનાણી નિયુક્ત
X

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અશોક ગેહલોતે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનાં નામની જાહેરાત કરી હતી.

પરેશ ધાનાણી પાટીદાર સમાજનો યુવા ચહેર છે. યુવાન અને અનુભવી હોવાનાં કારણે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. અગાઉ હાર્દિક પટેલે પણ ધાનાણીને વિપક્ષ નેતા બનાવાય તેનું સર્મથન આપ્યુ હતુ.

વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતાની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ ચાલી રહ્યા હતા. પરેશ ધાનાણી કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ માંથી વિપક્ષનાં નેતા બનવા માટે પરેશ ધાનાણી સિવાય કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં હતા.જોકે પાર્ટી હાઇકમાન્ડે આખરે પરેશ ધાનાણીનાં નામ પર મહોર મારી હતી.

Next Story