Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભામાં GST બિલ પાસ

ગુજરાત વિધાનસભામાં GST બિલ પાસ
X

ગુજરાત વિધાનસભામાં મંગળવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ જીએસટી બિલ પસાર કરનાર ગુજરાત છઠ્ઠુ રાજ્ય બની ગયું છે.

સોમવારે છત્તીસગઢની વિધાનસભામાં જીએસટી બિલ પાસ થયા બાદ આજે ગુજરાતમાંથી પણ પસાર કરવામાં આવ્યું હતું.

અગાઉ હિમાચલ પ્રદેશ, આસામ, ઝારખંડ અને બિહારની વિધાનસભામાંથી પણ જીએસટી બિલ પાસ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ જીએસટી કાઉન્સિલને નવા ટેક્સ રેટ નક્કી કરવા માટે સૂચિત કરે તે અગાઉ ઓછામાં ઓછા 15 રાજ્યોની વિધાનસભામાંથી આ આ બિલ પસાર થવું જરૂરી છે.

Next Story