Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકારનાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ

ગુજરાત સરકારનાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ
X

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ થતા મંત્રીઓનાં ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. પહેલી બેઠકમાં ખેડૂતો લક્ષી અને શિક્ષણ લક્ષી ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં નવી રચાયેલી રૂપાણી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ગુરૂવારે મોડી સાંજે ગાંધીનગરનાં સ્વર્ણિમ સંકુલમાં યોજાઈ હતી. પાંચ વાગે યોજાનારી બેઠક ચાર કલાકના વિલંબ બાદ યોજાઈ હતી. આ કેબિનેટ બેઠકમાં રૂપાણીના નવા મંત્રીમંડળના મંત્રીઓને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી મહત્વના બે ખાતા અન્યને સોંપાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી નાણાં ખાતુ લઈ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ ખાતું સીએમએ રૂપાણીએ પોતાના પાસે રાખ્યું છે.

સીએમ વિજય રૂપાણીએ સામાન્ય વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનિજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાયમેટ ચેન્જ, પ્લાનીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ નીતિઓ અને કોઈ મંત્રીઓને ન ફાળવેલી હોય તેવી તમામ બાબતો. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાઓની ફાળવણી કરવામાં આવી છે.

જ્યારે સૌરભ પટેલને નાણાં વિભાગ અને ઉર્જા વિભાગ, આર સી ફળદુને કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ વિભાગ, શૈક્ષણિક બાબતો કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન) ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. મંત્રી કૌશિક પટેલને મહેસૂલ વિભાગ. જ્યારે ગણપત વસાવાને આદિવાસી વિકાસ, પ્રવાસન અને વન વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

જયેશ રાદડિયાને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો, કુટીર, છાપકામ અને લેખન સામગ્રી, દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ.

ઈશ્વર પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત) નાં ખાતા સોંપવામાં આવ્યા છે.

આ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજાને ગૃહ, ઊર્જા, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), પરબત પટેલને સિંચાઈ પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો),પુરુષોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ, બચુ ખાબડને ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત જયદ્રથસિંહજી પરમારને કૃષિ વિભાગ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો). ઇશ્વરસિંહ પટેલને સહકાર, રમતગમત, યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્યકક્ષા). વાસણ આહિરને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ.અને અને વિભાવરીબેન દવેને મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ), યાત્રાધામ. રમણલાલ પાટકરને વન અને આદિજાતિ વિભાગ તેમજ કિશોર કાનાણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Next Story