Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકારે કર્યો સર્વશિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ તૈયાર

ગુજરાત સરકારે કર્યો સર્વશિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ તૈયાર
X

રાજ્યના અગરીયા વિસ્તારના શ્રમિકોના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘર આંગણે પૂરું પાડવાના પાયલોટ પ્રોજેક્ટ

શરૂઆતમાં ટ્રેક્ટરની પાછળ એન્જીન વગરની આ બસને રણમાં સ્કૂલના સ્થળે મુકવામાં આવશે

ગુજરાત સરકારે સર્વશિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં ગુજરાત રાજ્યના અગરીયા વિસ્તારના શ્રમિકોના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘર આંગણે પૂરું પાડવાના પાયલોટ પ્રોજેક્ટ રૂપે સ્કૂલ ઓન વ્હીલ અંતર્ગત મોબાઈલ સ્કૂલ હરતી ફરતી શાળાનો આજે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય મંત્રીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો છે.

અગરિયાના બાળકો માટે બસમાં જ હરતી ફરતી શાળા બનાવાઈ છે. બસમાં બનાવાયેલી આ શાળામાં બાળકોને શિક્ષણ આપવામાં આવશે. પાટણ, બનાસકાંઠા, કચ્છ જિલ્લામાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્કૂલ ઓન વ્હીલ્સ ફરશે. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત હાલ એક બસ તૈયાર કરાઈ છે. તેમજ આગામી દિવસોમાં 30 બસ તૈયાર કરવામાં આવશે. બસમાં ટીવી, DTH કેબલ, રાઈટિંગ બોર્ડ સાથેની બેઠક વ્યવસ્થા સાથે લાઈટ, પંખા, અને ફાયર સેફ્ટી પણ રાખવામાં આવી છે. બસમાં એક સાથે 24 ભૂલકા બેસી શકે એવો ક્લાસ બનાવ્યો છે.

અત્યાર સુધી રણના અગરિયા ભૂલકાઓ રણમાં તંબુ શાળામાં શિક્ષણ મેળવતા હતા. રણમાં અગરિયા ભૂલકાઓ હવે બસમાં શિક્ષણ મેળવશે. જૂની બસને મોડીફાય કરીને અત્યાધુનિક સુવિધા સાથેનો 24 ભૂલકા બેસી શકે એવો ક્લાસ બનાવ્યો છે.આ બસમાં પાછળની સાઇડમાં સીડી મુકવામાં આવશે.શરૂઆતમાં ટ્રેક્ટરની પાછળ એન્જીન વગરની આ બસને રણમાં સ્કૂલના સ્થળે મુકવામાં આવશે.

Next Story