Connect Gujarat
ગુજરાત

ગુજરાત-11: જુવેનાઇલ ગુનેગારોને સમાજના મુખ્યપ્રવાહમાં લઇ જતી ફીલ્મ

ગુજરાત-11: જુવેનાઇલ ગુનેગારોને સમાજના મુખ્યપ્રવાહમાં લઇ જતી ફીલ્મ
X

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જુના બીબાઢાળમાંથી બહાર આવી બોલીવુડ સાથે કદમતાલ મિલાવવા માટે સજજ બની છે. બોલીવુડના નામી કલાકારો પણ હવે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવા માટે તલપાપડ બન્યાં છે ત્યારે જય હો ફેમ ડેઇઝી શાહ પણ ગુજરાત -11 ફીલ્મથી ઢોલીવુડમાં પર્દાપણ કરી રહી છે. બે દાયકાથી દર્શકોને નિતનવા વિષયો સાથે ફીલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક જયંત ગીલાટરે ગુજરાત- 11 ફીલ્મનું નિર્માણ કર્યું છે. 29મી નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થનારી ગુજરાત- 11 ફીલ્મના પ્રમોશન માટે ડેઇઝી શાહ સહિતના કલાકારો ભરૂચના મહેમાન બન્યાં હતાં.

ગુજરાત- 11 ફીલ્મની વાત કરવામાં આવે તો

ફીલ્મને યશ શાહ, હરેશ પટેલ, એમ.એસ.જોલી અને જયંત ગીલાટર દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. આ ફીલ્મનું

નિર્માણ પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ, જે.જે. ક્રિએશન, એચ.જી. પિકચર્સ તથા વાય.ટી. એન્ટરટેઇન્મેન્ટ કંપની

દ્વારા કરવામાં આવ્યું છે. ફીલ્મનું સંગીત રુપકુમાર રાઠોડે આપ્યું છે અને ફીલ્મમાં

ડેઇઝી શાહ ગરબાની થીમ આધારિત ગીત પર પોતાનું કામણ પાથરતી જોવા મળશે. ફીલ્મમાં

પ્રતિક ગાંધી અને કેવીન દવે સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહયાં છે. ફીલ્મના

દિગ્દર્શક જયંત ગીલાટરે જણાવ્યું હતું કે, દર્શકોને નવા અને રસપ્રદ વિષયો સાથે ફીલ્મ આપવી એ

તેમનું લક્ષ્ય છે. બાળ ગુનેગારોને ગુનાખોરીની દુનિયામાંથી બહાર લાવી સમાજના મુખ્ય

પ્રવાહ સાથે ભેળવી તેમના જીવનમાં કેવો બદલાવ લાવી શકાય છે તે આધારિત ફીલ્મ ગુજરાત- 11 દર્શકોને જરૂરથી જકડી રાખશે. ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝની

સૌથી ખર્ચાળ અને સ્પોટર્સ આધારિત પ્રથમ ફીલ્મનો યશ ગુજરાત- 11ના ફાળે જાય છે.

પ્રોલાઇફ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ પ્રોડકશનના મેનેજીંગ ડીરેકટર એમ.એસ. જોલીએ

જણાવ્યું હતું કે, અમે ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝને નવી ઉંચાઇ સુધી લઇ જવા માંગીએ છીએ. કોઇ પણ

સારો વિષય હશે તો અમે ફીલ્મ બનાવીને તેને દર્શકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધ છીએ.

ગુજરાત- 11 ફીલ્મના કો- પ્રોડયુસર કરણ જોલીએ

જણાવ્યું હતું કે, ગુજરાતી ફીલ્મોને નવી દિશા અને વેગ આપવો હશે તો ગુજરાતી દર્શકોએ આગળ આવવું

પડશે. ગુજરાતી ફિલ્મોને જોવા માટે દર્શકોએ સિનેમાગૃહો સુધી જવું પડશે. દર્શકોના

પ્રોત્સાહનથી જ કલાકારો અને પ્રોડયુસરોના ઉત્સાહમાં વધારો થશે અને નવી ફીલ્મોના

નિર્માણના દ્વાર ઉઘડશે.

ગુજરાત ઇલેવન ફીલ્મ સિનેમાગૃહોમાં આવે તે પહેલાથી ચર્ચામાં રહી છે.

બોલીવુડના દબંગ ગણાતા સલમાન ખાને પોતાના ટવીટર અને ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર ગુજરાત

-11 ફીલ્મનું

ટીઝર અને ટ્રેલર શેર કરીને ડેઇઝી શાહને અભિનંદન પાઠવી ગુજરાતી દર્શકોને ફીલ્મને

વધાવી લેવા અપીલ કરી છે. ગુજરાત- 11 ફીલ્મના પ્રમોશન માટે ડેઇઝી શાહ

સહિતના કલાકારો ભરૂચના મહેમાન બન્યાં હતાં. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે

કલાકારોએ ફીલ્મ વિશે માહિતી આપી હતી. સલમાન ખાન સાથે જય હો ફીલ્મમાં અભિનયના ઓજસ

પાથરનારી ડેઇઝી શાહે જણાવ્યું હતું કે, ફુટબોલની રમત આધારિત ફીલ્મમાં અભિનય કરવાની ઘણી મજા

આવી છે. એકદમ રોમાંચક અને રોચક અનુભવ રહયો છે. એક ગુજરાતી તરીકે ગુજરાતી ફીલ્મમાં

અભિનય કરી આનંદની લાગણી અનુભવી રહી છું. ગુજરાતના તમામ લોકોને અપીલ કરીશ કે 29મીએ નજીકના

સિનેમાઘરોમાં જઇને પરિવાર સાથે ગુજરાત- 11 ફીલ્મને જુઓ અને મને ચોકકસ વિશ્વાસ છે કે, તમને આ ફીલ્મ જરૂર જરૂરથી પસંદ આવશે.આ પ્રસંગે

પ્રોલાઇફ એન્ટરટેનમેન્ટના પબ્લિસિટી ડાયરેકટર યોગેશ પારિક તેમજ જય અંબે ઇન્ટરનેશનલ

શાળાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

Next Story