Connect Gujarat
ગુજરાત

અમદાવાદ ગુલબર્ગ હત્યા કાંડ નો 14 વર્ષે આવ્યો ચુકાદો,36 નિર્દોષ તો 24 આરોપીઓ દોષિત

અમદાવાદ ગુલબર્ગ હત્યા કાંડ નો 14 વર્ષે આવ્યો ચુકાદો,36 નિર્દોષ તો 24 આરોપીઓ દોષિત
X

6 જુને સંભળાવવા માં આવશે સજા

ગોધરા કાંડ બાદ ના તોફાનો માં અમદાવાદ ની મેઘાણી નગર સ્થિત ગુલબર્ગ સોસાયટીમાં હત્યાકાંડ સર્જાયો હતો.જેમાં તોફાની ટોળા એ 29 મકાનો અને 10 એપાર્ટમેન્ટ માં આગ લગાડી દીધી હતી,આ ખોફનાક ઘટના માં કોંગ્રેસ ના સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકોના મોત નીપજ્યા હતા.

જધન્ય ઘટના માં 66 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી,જેમાં ટ્રાયલ દરમિયાન પાંચ આરોપીઓ નાં મોત નીપજ્યા હતા.જયારે 52 આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા,તેમજ 9 આરોપીઓ જેલ માં છે.જોકે હજી પણ 6 આરોપીઓ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ની વિશેષ કોર્ટ માં 14 વર્ષ બાદ ચુકાદો સંભળાવવા માં આવ્યો છે.ચુકાદા પૂર્વે ગુલબર્ગ સોસાયટી અને કોર્ટ સંકુલ પોલીસ છાવણી માં ફેરવાય ગયા હતા.સ્પેશિયલ જજ પી.બી.દેસાઈ એ ચુકાદો જાહેર કર્યો હતો.જેમાં 36 આરોપીઓ ને નિર્દોષ તો 24 આરોપીઓ ને દોષિત જાહેર કાર્ય છે.બીજેપીના કોર્પોરેટર બીપીન પટેલ,તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર કે.જી.એરડા ને પણ નિર્દોષ જાહેર કરાયા છે.જયારે VHP ના સભ્ય અતુલ વૈધ અને કોંગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર મેઘસિંહ ચૌધરી સહિત 24 આરોપીઓ ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.આગામી 6 જુને આરોપીઓ ને સજા નો હુકમ કરવામાં આવશે.

afdf215f-f3e4-49e6-8907-c506ea31418e

કોર્ટના ચુકાદા સામે અહેસાન જાફરી ના પત્ની ઝાકિયા જાફરીએ નારાજગી વ્યક્ત કરી છે.અને ઉમીદ મુજબ પોતાને ન્યાય મળ્યો નહોવા નું પત્રકારો ને જણાવી ઉપલી કોર્ટમાં જવા સુધીની તૈયારી તેઓએ બતાવી હતી.

કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે હત્યાકાંડ માં કાવતરાની કલમ ગ્રાહ્ય રાખવામાં આવી નથી,તેમજ આ પૂર્વ આયોજિત ષડયંત્ર ન હોવાનું અવલોકન કર્યું હતું.

Next Story