Connect Gujarat
ગુજરાત

ગોંડલ પંથકમાં ૭ ઇંચ વરસાદ ખાબકતા ખેતરોનું થયું ધોવાણ, જગતનો તાત ચિંતામાં

ગોંડલ પંથકમાં ૭ ઇંચ વરસાદ ખાબકતા ખેતરોનું થયું ધોવાણ, જગતનો તાત ચિંતામાં
X

ગોંડલ પંથકમાં ગઈ મોડી રાત્રે ઘટાટોપ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસસે એવી આશા વચ્ચે દેરડીકુંભાજી નજીકના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં ૭ થી ૮ ઇંચ જેવો વરસાદ વરસી જતાં ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. માત્ર ગણતરીના કલાકમાં અનરાધાર વરસાદ વરસતા ગ્રામજનોમાં પુર હોનારતની ભીતિ સર્જાઇ હતી.

ગોંડલ શહેર અને પંથકમાં ગઇકાલે સવારથી જ અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ વરસે તેવો માહોલ છવાયો હતો. બપોર બાદ ગોંડલમાં બે ઇંચ અને દેરડીકુંભાજી માં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ દેરડીકુંભાજી અને રાણસીકી ગામ વચ્ચે પાંચ કિલોમીટરના વિસ્તારમાં દોઢ કલાકમાં ૭ થી ૮ ઇંચ વરસાદ તૂટી પડતાં આ પંથકમાં આવેલા તમામ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હતું. અને આ વિસ્તાર માં આવેલ ખેડૂતો ના ખેતરો માં ધોવાણ થવા પામ્યું હતું. અનેક ખેડૂતો દ્વારા વાવણી પણ આરંભી દેવાય હતી જેના બિયારણ સહીત ખેતરો ધોવાય જતા ખેડૂતો દ્વારા સરકાર પાસે રાહત ની માંગ પણ કરી રહ્યા છે.

આખો દિવસ અસહ્ય ગરમીનું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દેરડી કુંભાજી, મોટી ખીલોરી, રાણસીકી, વિંઝિવડ,નાના સુખપર સહિતના ગામોના સીમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોના પાણી એ વહેણ બદલાયા ની સાથે ખેડૂતોને પારાવાર નુકશાન થયું હતું. આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પુર હોનારતની યાદો તાજી થઇ હતી.

Next Story