Connect Gujarat
ગુજરાત

ગોંડલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે પુરૂષની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ

ગોંડલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે પુરૂષની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ
X

ગોંડલના સેન્ટ્રલ સિનેમા ટોકીઝ પાસે આવેલ મોટા પુલ પાસેના મહાવીર શોપિંગ સેન્ટર ના ત્રીજા માળે શ્રમિક જેવા દેખાતા આશરે ૫૦ વર્ષ ની ઉમર ના જણાતા પુરૂષની લાશ મળી આવતા શહેર પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મહાવીર શોપિંગ સેન્ટર ના ત્રીજા માળે કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને થતા તેઓ દ્વારા શહેર પોલીસને જાણ કરાતા પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુંજ સહિતનો પોલીસ કાફલો દોડી ગયેલ હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

આ ઘટના અંગે પીઆઇ રામાનુજ એ જણાવ્યું હતું કે મૃતકની લાશ પાસે ઈંટ જેવા પદાર્થો મળી આવ્યા છે સંભવત છે કે આધેડને ઈંટ ફટકારી મોતને ઘાટ ઉતારી દિધેલ હોવા જોઈએ રાત્રિના સમયે કેટલાક બાળકો પતંગ લેવા માટે મહાવીર શોપિંગ સેન્ટરના ત્રીજા માળે પહોંચતા ત્યાં કોઈની લાશ પડી હોવાની જાણ હતી અને પોલીસને જાણ થવા પામી હતી.

Next Story