Connect Gujarat
ગુજરાત

ગોધરાના છકડીયા ગામના વાડી વિસ્તારમાં એક મગરનું બચ્ચું મળ્યું

ગોધરાના છકડીયા ગામના વાડી વિસ્તારમાં એક મગરનું બચ્ચું મળ્યું
X

ગોધરા તાલુકાના છકડીયા ગામના વાડી વિસ્તારમાં એક મગરનું બચ્ચુ આવી જતા અહીના સ્થાનિકો દ્વારા ગોધરા વન વિભાગ કરવામાં જાણ આવી હતી.

પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોના તળાવોમાં મગરો વસવાટ કરે છે.ત્યારે આ મગરો છાસવારે રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે.તેની સામે વન વિભાગ સતર્કતા રાખીને તેને પકડીને સલામત જગ્યાએ છોડી આવતી હોય છે. ગોધરા તાલુકાના છકડીયા ગામના વાડી વિસ્તારમાં એક મગરનું બચ્ચુ આવી જતા અહીના સ્થાનિકો દ્વારા ગોધરા વન વિભાગની ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ વન અધિકારી શાહિદખાન મકરાણી અને તેમની ટીમ દ્વારા છકડીયા ગામે જઈને સલામત રીતે મગરનું બચ્ચુ ૩ કલાકની જહેમત બાદ પકડી પાડવામાં આવ્યુ હતુ.તેની લંબાઈ માપવામા આવતા તે ત્રણ ફૂટ જેટલી હતી.

ત્યાર બાદ તેને નૈસગિક વાતાવરણમાં સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો.જીલ્લામાં મગર જેવા સરસૃપો રહેણાંક વિસ્તારોમાં ખોરાકની શોધમાં ક્યારેક આવી જવાના બનાવો બનતા હોય છે. ત્યારે જીલ્લા વન વિભાગ પણ તેમની જાળવણી માટે તકેદારી રાખી રહ્યુ છે. થોડા સમય પહેલા શહેરા તાલુકાના બીલીથા ગામ પાસે પસાર થતી મહિસાગર નદીમાંથી ૧૦ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો મગર ખેતરમાં ઘૂસી આવ્યો હતો.તેને પણ વન વિભાગ દ્વારા પકડીને સલામત રીતે ફરી મહિસાગર નદીમાં જ છોડી દેવામા આવ્યો હતો.

Next Story