Connect Gujarat
ગુજરાત

ગોધરા : મુસ્લિમ વિદ્યાર્થિનીએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પાસ કરી કોલેજ અને જીલ્લાનુ નામ કર્યું રોશન

ગોધરા : મુસ્લિમ વિદ્યાર્થિનીએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પાસ કરી કોલેજ અને જીલ્લાનુ નામ કર્યું રોશન
X

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર,હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ગોધરામાં આવેલ સાર્વજનિક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં ૧૧૯ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. તેમજ આ કોલેજમાં અભ્યાસ કરતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજ અને ગોધરા શહેર તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

ગાયત્રી પરિવાર દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીનીને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આજની યુવા પેઢી ખોટા રસ્તે ન જાય અને સાચા રસ્તો મળે એ હેતુથી અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવે છે॰આ પરીક્ષા ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોમાં પણ અલગ અલગ ભાષામાં લેવામાં આવે છે.

પંચમહાલ જિલ્લામાં પણ દર વર્ષે ની જેમ આ વર્ષે પરીક્ષા શાળા અને કોલેજોમાં લેવામાં આવી હતી॰ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થી પણ પરીક્ષા આપી હતી.જેમાં એફવાયબીએમાં અભ્યાસ કરતી મુસ્કાન શેખ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તેને તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો અને શાળા અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું. કોલેજના અધ્યાપક અરુણસિંહ સોલંકી તેમજ શાળાના આચાર્ય તેમજ અધ્યાપક તરફથી મુસ્કાનને અભિનંદન પાઠવ્યા હતા. અને ગાયત્રી પરિવાર દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીની મુસ્કાન શેખને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story