Connect Gujarat
ગુજરાત

ગોધરા સિવિલ હોસ્પિટલમાં જીરિયાટ્રિક વોર્ડનો ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે લોકાર્પણ

ગોધરા સિવિલ હોસ્પિટલમાં જીરિયાટ્રિક વોર્ડનો ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે લોકાર્પણ
X

આજરોજ ગોધરા સિવિલ હોસ્પિટલમાં વયોવૃદ્ધ માટે જીરિયાટ્રિક વોર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. આ વોર્ડ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રીય કક્ષાએથી કાર્યક્રમ કરી દરેક જિલ્લાઓમાં શરૂ કરવાની યોજના હતી તેના અનુસંધાનમાં વર્ષ ૨૦૧૯-૨૦ માં પંચમહાલ જિલ્લાને આવરી લઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ વોર્ડને તૈયાર કરવા માટે "નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધ એલ્ડરલી"(NPHCE)ના પ્રોગ્રામ ઓફિસરોએ પોતાની મહેનત લગાવીને આ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. અને લગભગ સરકાર દ્વારા કુલ ₹.૨૩ લાખ જેટલી માતબર રકમ ફાળવી આપવામાં આવી હતી.

આ વોર્ડમાં સીનીયર સીટીઝનો માટે આરોગ્ય કમિશનરની ખાસ સૂચના અન્વયે ઓ.પી.ડી. અલગ રાખવામાં આવી છે. તેમજ જરૂરિયાત મંદ વયોવૃધ્ધ દર્દીઓને સારવાર માટે આ સુવિધા સભર વોર્ડમાં દાખલ કરવામાં આવશે.આ વોર્ડમાં હાલમાં ૧૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમાં ૫ બેડ મહિલા દર્દીઓ અને ૫ બેડ પુરુષ દર્દીઓ માટે ફાળવ્યા હોવાનું સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું હતું

Next Story