Connect Gujarat
ગુજરાત

ગૌવંશ હત્યા નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: જિલ્લા પોલીસ વડા, દાહોદ

ગૌવંશ હત્યા નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: જિલ્લા પોલીસ વડા, દાહોદ
X

દાહોદ ખાતેથી ૨ જીવતા વાછરડા બચાવાયા અને બળદ, ૧ ગાય, મૃત હાલતમાં કબ્જે કરાયા.

ગૌવંશના પશુઓની હત્યા અટકાવવા પશુઓની ગેરકાયદે કતલ કરવાના દૂષણને નાથવા દેશમાં એકમાત્ર ગુજરાતે પહેલ કરીને કાયદો વધુ કડક બનાવી ચુસ્તપણે અમલ શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારે દાહોદ ખાતેથી ટાઉન પી..આઇ. દ્વારા દાહોદ ખાતેથી બે જીવતા વાછરડાને બચાવાયા છે તથા ૧ બળદ, ૧ ગાય, મૃત હાલતમાં કબ્જે કરાયા છે. અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હત્યાઆ પ્રકારનો રાજ્યમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. દાહોદ ખાતે જિલ્લા પોલીસ તંત્રને માહિતી મળતા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પરોઢિયે જૂના વણકરવાસ કસ્બા દાહોદ ખાતેથી ૨ વાછરડા જીવતા અને ૧ બળદ, ૧ ગાયને મૃત હાલતમાં કબ્જે લીધા છે. આ વેળાએ દાહોદથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે રેડ દરમ્યાન એક વ્યક્તિના મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌવંશ લાવી ક્રુરતા પૂર્વક બાંધી રાખી કતલ કરવામાં વપરાતા હથિયારો, કપાયેલ બંને ગાય અને બળદ તથા જીવતા વાછરડાઓ કબજે કરાયા છે. સ્થળ ઉપર પોસ્ટ મોર્ટમ કરી પ્રાથમિક પ્રમાણપત્ર મેળવ્યા બાદ નમૂનાઓને FSLમાં મોકલી અપાયા છે.

Next Story