Connect Gujarat
સમાચાર

ઘરે જ બનાવો ફરાળી કાકડીના થેપલા, અધિકમાસનાં ઉપવાસમાં થશે ઉપયોગી

ઘરે જ બનાવો ફરાળી કાકડીના થેપલા, અધિકમાસનાં ઉપવાસમાં થશે ઉપયોગી
X

મેથીનાં થેપલાં અને દૂધીનાં થેપલાં તો સૌએ ખાધા જ હશે. પરંતુ ક્યારેય ફરાળી કાકડીનાં થેપલાં ખાધા છે?. જો ના, તો જાણી લો ઉપવાસ માટેની ખાસ ફરાળી વાનગી કાકડીનાં થેપલાં. હાલમાં ચાલી રહેલા અધિક માસમાં આ થેપલાં ઉપયોગી સાબિત થશે. તેને બનાવવાની રીત પણ એઠલી જ સરળ છે. જેથી કોઈ ગૃહિણીને કંટાળો પણ નહીં આવે.

કાકડીનાં થેપલાં બનાવવા માટેની સામગ્રીઃ

એક બાઉલ કાકડીનું છીણ(નિતારેલું પાણી)

એક નાનું બાઉલ ભરીને પલાળેલા સાબુદાણા

1/2 બાઉલ સીંગદાણાનો ક્રશ કરેલ ભૂકો

મીઠું અને જીરું (સ્વાદ મુજબ)

બે લીલા મરચાં

ખાંડ( જરૂર પુરતી)

વરિયાળી એક ટી સ્પૂન

એક ચમચી ઘી

સમારેલા ધાણા

કાકડીનાં થેપલાં બનાવવા માટેની સરળ રીતઃ

સૌ પ્રથમ એક બાઉલમાં સાબુદાણા લઈને પલાળી દો. આ પલાળેલા સાબુદાણામાં કાકડીનું છીણ નાંખો અને પછી બાકીની બધી જ સામગ્રી નાંખી ને હલાવો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાંખો. પછી હાથમાં ઘી લગાવી તેને બરાબર થાપો અને ગોળ થેપલાંનાં આકારમાં થેપલાં તૈયાર કરો. બાદમાં મીડિયમ ફ્લેમ પર થેપલાંને શેકો અને તેનાં ઉપર ઘી લગાવી દો. પછી ગરમા-ગરમ ફરાળી થેપલાંમાં દહીં અને ધાણા-મરચાની ચટણી સાથે તેને એક ડીશમાં સર્વ કરો. અધિક માસમાં ઉપવાસ કરતાં લોકો માટે ઘરે જ બની રહેતી આ સૌથી સરળ ફરાળી વાનગી છે.

Next Story