Connect Gujarat
દેશ

ઘર વપરાશની ચીજો પરનો GSTનાં દરમાં થઇ શકે છે ફેરફાર 

ઘર વપરાશની ચીજો પરનો GSTનાં દરમાં થઇ શકે છે ફેરફાર 
X

દેશભરમાં નાના વેપારીઓનાં વિરોધ અને અસંતોષ પછી કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોનાં મંત્રીઓની બનેલી સમિતિએ સૂચવેલા સુધારા સ્વીકારી લીધા છે. હવે હાથ બનાવટનાં ફર્નિચર, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અને રોજિંદા ઉપયોગમાં લેવાતી શેમ્પૂ જેવી ટોઇલેટરીઝ પર લાગતા જીએસટીમાં ઘટાડો થઈ શકે છે.

નાણાંમંત્રી અરુણ જેટલીનું પ્રમુખપદ ધરાવતી જીએસટી કાઉન્સિલની બેઠક દસમી નવેમ્બરે મળવાની છે. આ બેઠકમાં સરકાર ઘરવપરાશની રોજિંદી ચીજવસ્તુઓ પર 28 ટકા સુધી જીએસટી ઘટાડે એવી શક્યતા છે. આ ઉપરાંત જીએસટી પછી જે ચીજવસ્તુઓ પર કરવેરો વધી ગયો છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે એવી શક્યતા છે.

Next Story