Connect Gujarat
સમાચાર

ચટાકેદાર પાલક પનીર ની રેસીપી

ચટાકેદાર પાલક પનીર ની રેસીપી
X

ભારત દેશ તેની સંસ્કૃતિક અને વિવિધ પર્વો થી ઓળખાય છે તો તેની સાથે સાથે અહીંયાની ચટાકેદાર વાનગીઓ પણ દેશ વિદેશના લોકોને ચસ્કો લગાવ્યો છે, એવીજ એક ખુબજ પ્રચલિત અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પંજાબી વાનગી પાલક પનીર ની રેસીપી.

સામગ્રી :-

4 કપ પાલક ( સમારેલું )

200 ગ્રામ પનીર ચોરસ આકારમાં કાપેલુ

3 ચમચી તેલ

1 ચમચી આદુ પેસ્ટ

1 ચમચી લસણની પેસ્ટ

1/4 કપ ઝીણા સમારેલા ટામેટા

1/4 ચમચી મરી

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી સુકાયેલી મેથી

સ્વાદાનુસાર મીઠું

2 ચમચી મલાઈ

ડુંગરીની પેસ્ટ માટે

1 કપ ડુંગળી

1/4 કપ સ્લાઈઝ કાજુ

5 લીલા મરચા

1 કપ પાલક પાણી

બનાવવાની રીત :-

એક તવી પર ઝીણી સમારેલી ડુંગળી, કાજુ, લીલા મરચા અને 1 કપ પાણી નાખીને 15 મિનિટ સુધી સેકાવા દો ,જ્યારે ડુંગળી મુલાયમ થઈ જાય અને પાણી સુકાઈ જાય ત્યારે એને ઠંડુ પાડવા મૂકી દો. હવે પાલકને પાણીમાં ધોઈને પાણી નાખીને થોડા સમય સુધી ઉકાળી લો. ઉકળી ગયા બાદ પાલકને ઠંડા પાણીથી ઠંડા કરી દો ત્યાર બાદ ડુંગળીને અને બીજી સામગ્રીને, સારી રીતે મિક્સ કરીને બ્લેન્ડર કરીને અલગથી રાખો, સાથે પાલકને બ્લેન્ડરમાં ગ્રાઈન્ડ કરી દો.

હવે એક પેનને ગેસ પર રાખી એમાં તેલ ગરમ કરો અને એમાં આદુ લસણની પેસ્ટ નાખીને 25 થી 30 સેકન્ડ સુધી ચલાવો, હવે એમાં સમારેલા ટામેટા અને ડુંગરીની પેસ્ટ નાખીને 2 મિનિટ સુધી પકાવો પછી એમાં પાલકની પેસ્ટ નાખીને એને ઉકળવા દો. ત્યારબાદ એમાં મરી , સુકાયેલી મેથી, ગરમ મસાલો અને મીઠું નાખીને મિક્સ કરી લો.હવે એમાં પનીરના ટુકડા નાખીને મિક્સ કરી લો.જો ગ્રેવી જાડી થઇ ગઈ હોય તો એમાં થોડું પાણી મિક્સ કરો અને ગરમા ગરમ સર્વ કરો.

Next Story