Connect Gujarat
ગુજરાત

ચમત્કારીક બચાવ - કાર 80 ફુટ નીચે પટકાઈ પણ તેમાં બેઠેલા નવ મુસાફરોનો આબાદ બચાવ થયો

ચમત્કારીક બચાવ - કાર 80 ફુટ નીચે પટકાઈ પણ તેમાં બેઠેલા નવ મુસાફરોનો આબાદ બચાવ થયો
X

વડોદરા - શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે - 8 ઉપર પોર બ્રીજની રેલિંગ તોડીને એક આઈ - 20 કાર 80 ફુટ નીચે ઢાઢર નદીના કોતરમાં ખાબકી હતી. જેથી કારમાં સવાર નવ જણાને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વરણામા પોલીસે તપાસ હાથ ધરી છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="83482,83483,83484,83485,83544,83542,83545"]

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે - 8 ઉપરથી પુરઝડપે પસાર થઈ રહેલી એક આઈ - 20 કાર પોર ઓવરબ્રીજની રેલિંગ તોડીને ઢાઢર નદીના કોતરમાં ખાબકી હતી.

કાર અંદાજીત 80 ફુટ નીચે ખાબકી હોવા છતાંય સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અલબત્ત, કારમાં સવાર નવ વ્યક્તિઓને ઓછી વત્તી ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પાસિંગની આ કારમાં બેઠેલા વ્યક્તિઓ રાજસ્થાનથી અંકલેશ્વર તરફ જતા હતા અને રસ્તામાં તેઓને દુર્ઘટના નડી હતી.

Next Story