Connect Gujarat
બ્લોગ

ચલો ચાંદ કો છૂ લે : અરમાનો કી દુનિયા

ચલો ચાંદ કો છૂ લે : અરમાનો કી દુનિયા
X

બાળપણથી સૌથી સુખના દિવસો એટલે ઘરબહાર નીકળીને સદાબહાર ફરવા લાયક સ્થળોની મુલાકાત લેવી. કલ્પનામાં પણ ન હોય એવા સ્થળો ફરવાનો આનંદ પણ અદભૂત હોય છે. મનમાં સ્વપ્ન હોય છે કે આ સ્થળ પર જઇને શોર્ટ ડ્રેસ પહેરવો છે, તો બીચ પર કલરફૂલ ચિતરામણ પહેરવી છે. વર્ષોની જિંદગીને મિનીટોમાં માણવાની એક છોટી સી ખ્વાઇશ હોય છે. મનગમતી વ્યક્તિ સાથે પળો માણવી છે, ગાવું છે, નાચવું છે....મનમાં ભરી રાખેલા સ્વપ્નાને દિલ ખોલીને ઠાલવવા છે....એક પણ ભૂલાઈ જવું જોઈએ નહીં... યસ...યહી તો હૈ જિંદગી.... કેટલાય વર્ષો સુધી કદાચ જન્મ લેવા રાહ જોઇને બેઠા હોઇશું. જન્મ મળતા મનગમતા પ્રવાસ માટે પ્રયાસો શરૂ... મનભરીને હસવું છે ને દિલ ફાડીને રડવું છે.......યહી તો રાઇટ ચોઇસ હે બેબી....

આપણી પહેલાં પેઢીઓથી આ સ્થળોની મુલાકાત લઈ ગયેલા જીવનયાત્રામાં થતી છેતરપીંડીથી ચેતવતા હોય છે, તો કેટલાય હરેક પલ કી ખૂશી ભણાવશે. નવા મળતા સાથીઓ જિંદગીમાં વૈરાગ્ય લાવશે તો કોઈ નાચતું ગાતું ઝરણું સુખના સમુદ્રમાં ભળતા શીખવશે....જિંદગી કા યે સફર કોઇ સમજા નહીં.... અરે તમે હીલ સ્ટેશન પર જાવ તો સૂચના આપે કે ઘોડાવાળાનો ભારે ત્રાસ છે, ખરીદીમાં ભારે બાર્ગેનિંગ કરજો. કોઈ પણ વસ્તુના વેચનારો સો રુપિયા કહે તો તમે વીસ રુપિયાથી શરૂ કરજો. એ કોઈ વસ્તુ બતાવે તો સ્પર્શ ન કરશો.....અને હા, ત્યાં મસ્ત ખિચડી પણ મળી જશે. આ બધું કરીને તમે જે સ્થળે જાવ છો, એ હોટલ પણ તમારા આવતા પહેલાં રેડી હોય છે. તમારા બજેટ મુજબ, બેડ ફૂડ તેમજ અન્ય સુવિધાઓથી સજ્જ હોય છે. તમારી હોટલમાં તમારા માટે ફ્રેશ થવા માટે ગરમ પાણી તૈયાર હોય છે, તો સવારમાં લંચ કરતાં ય વધુ કોમ્પલિમેન્ટરી બ્રેકફાસ્ટ રેડી.... તમે હવે પાછા તમારા સ્વપ્નોની દુનિયામાં ફરવા જવા તૈયાર....યહી તો હૈ જિંદગી... તમારા આગમન પહેલાં તમારો બેડથી માંડીને બ્રેકફાસ્ટ રેડી....બસ હવે સપનાં પૂરા કરવા માટે વ્યસ્ત બની જાવ...અને કહી દો કે ચલો ચાંદ કો છૂ લે....

જિંદગીની જર્નીમાં પણ છેતરવાવાળા તૈયાર હશે તો એલર્ટ કરવાવાળા પણ મળી જશે. બચપણથી બાવો આવ્યો ને ડરાવવા વાળા પણ આપણા જ હતાં. ભય શબ્દ શીખવવા કોઈ બહારથી આવ્યું ન હતું. ખૂશીની ખૂશ્બુ આપવા પણ પોતાના જ આવ્યાં હતાં. શીખતાં શીખવતા જિંદગી ખાલી એક જ ઉમ્મીદ પર છે, ચલો ચાંદ કો છૂ લે વાળા સ્વપ્નાની દુનિયામાં જઇએ. સ્વપ્ન જોયું હતું એ પૂરું પણ કરવાનું છે.

दिल है छोटा सा, छोटी सी आशा

मस्ती भरे मन की, भोली सी आशा

चाँद तारों को, छूने की आशा

आसमानों में उड़ने की आशा

दिल है छोटा सा, चोटी सी आशा

महक जाऊँ मैं, आज तो ऐसे

फूल बगिया में, महके है जैसे

बादलों की मैं ओढूँ चुनरिया

झूम जाऊं मैं बनके बावरिया

अपनी चोटी में बांध लूँ दुनिया

स्वर्ग सी धरती, खिल रहे जैसे

मेरा मन भी तो, खिल रहा ऐसे

कोयल की तरहा, गाने को अरमां

मछली की तरहा, मचले ये अरमां

जवानी है लायी रंगीन सपना

दिल है छोटा सा...

છેલ્લે શું? બાળક નાનું હોય તો એને પૂછવામાં આવે કે આ કોણ? બાળક પણ કાલીઘેલી ભાષામાં કહી દે આ તો મામા કે માસી, દીદી કે અંકલ.....જિંદગીના અંત સમયે આ જ સવાલ ફરી આવે છે...આઇસીયુમાં લબુકતી ઝબુકતી લાઇટો વચ્ચે પણ દાદાને પૂછવામાં આવે છે, આને ઓળખ્યો?

"આ કોણથી શરૂ થયેલી યાત્રા આને ઓળખ્યોમાં પૂરી" આ જ જિંદગીની વ્યાખ્યા.....કોણથી ઓળખ્યોમાં હજારો સ્વપ્ના પૂરા કરવા છે. જિંદગીની સૌથી દુઃખદાયી પળ હશે તો આઇસીયુમાં નજર સામે મૃત્યુ અને અધુરા પણ મધુરા સ્વપ્નોની વણઝાર.... આખી જિંદગી બીજા માટે જાત ઘસી નાખીને મળ્યું શું? મારે તો તબલા શીખવા હતાં, જંગલ રખડવા જવું હતું... વરસતા વરસાદમાં સાથીને લઈને લોંગ ડ્રાઇવ કરવું હતું.... મોડી રાત્રે હાથમાં હાથ નાખીએ કેન્ડલ લાઇટમાં ઘરના ધાબે કોલ્ડ કોફી પીને નાઇટને હોટ કરવી હતી...શહેર બહાર નીકળીને આકાશના તારલા ગણવા હતાં.... બ્રેકિંગ ન્યૂઝની અને પ્રાઇમ ટાઈમ ડિસ્કશનની માયાજાળમાં ફસાવા જેવું ન હતું....યાર, યે ક્યા કર ડાલા....વાટ લગાડી દીધી....પત્ની પાસે બોલાવતી ને હું મોબાઈલમાં ભરાતો ગયો....રિયલ સામે ને વર્ચ્યુઅલમાં ફસાતો ગયો.....થોડી પળો પાછી જોઈએ છે....ચાલને રિવર્સમાં જઇએ નો ફન્ડા કામ લાગતો નથી....ક્વીનથી વિરે દી વેડિંગ આ જ તો કહે છે....જી લો અપની જિંદગી...... નહીં તો આઇસીયુમાં હજી જીવતા હશોને નજીકના સંબંધીઓ વાત કરતાં હશે કે બહુ ખેંચશે નહીં, દૂર રહેતા સંબંધીઓને બોલાવી લો.....બહુ દર્દ કરશે......એટલા માટે જ આપણી આશાઓ, ઉમંગો, અરમાનો, સ્વપ્ના જેવા હોય એવા પૂરા કરીએ.... જેને હસવું હોય એ હસે...મજાક કરવી હોય એ કરે...યે મેરી જિંદગી હૈ....ચલો ચાંદ કો છૂ લે.....

Deval Shastri

Blog by : Deval Shastri

Next Story