Connect Gujarat
ગુજરાત

ચાંગા: ચારૂસેટ યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન”નો એવોર્ડ પ્રાપ્ત થયો

ચાંગા: ચારૂસેટ  યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન”નો એવોર્ડ પ્રાપ્ત થયો
X

ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સીટીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.

ચારૂસેટ યુનિવર્સીટીને શૈક્ષણીક ક્ષેત્રે “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન” નો ગેસિયા તરફથી એવોર્ડ પ્રાપ્ત

થયો છે.

ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારંભ

કેળવણી મંડળના ઉપ-પ્રમુખ અશોક પટેલ, ચારુસેટના

ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીગના ડીન ડૉ. અમિત ગણાત્રા અને પ્રાધ્યાપક ગણ

દ્વારા “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન ઇન એજ્યુકેશન સેક્ટર” ગોલ્ડ

એવોર્ડ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ચારૂસેટના – આઈ ટી સલાહકાર અશોક પટેલે જણાવ્યું કે ચારૂસેટ ખાતે ડીજીટલ કાંતિના

પગરણ મંડાયેલા છે. ત્યારે ચારૂસેટ યુનિવર્સીટીને પ્રાપ્ત થયેલા આ એવોર્ડ ઐતિહાસિક

સિદ્ધિ છે. ડીજીટલાઈઝેશન યુગમાં ચારૂસેટ કેમ્પસ પણ ૫૫૦ MBPS થી

વધારીને ઈન્ટરનેટ વાઈફાઈની સ્પીડ ૯૦૦ MBPS સુધી

લઇ જવા કટિબદ્ધ છે.

ચારુસેટના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી

એન્ડ એન્જીનીયરીગના ડીન અને દેવાંગ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ

રીસર્ચના પ્રિન્સીપાલ ડૉ. અમિત ગણાત્રાએ “બેસ્ટ ડીજીટલ ટ્રાન્સફોર્મેસન ઇન એજ્યુકેશન સેક્ટર” કેટેગરીમાં અવોર્ડ માટે અરજી કરવાની પહેલ કરી હતી. આ

વર્ષે ભારતભરમાંથી અવાર્ડ માટે ૨૦૦થી વધુ નોમિનેશન આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં ક્વોલીફાય થયેલા ૮૮ નોમિનેશન બીજા રાઉન્ડમાં

યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરવા આમત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બેસ્ટ ડીજીટલ

ટ્રાન્સફોર્મેસન એજ્યુકેસન માટે લેવાયેલા પગલા વિષે માહિતી આપી હતી.

Next Story