Connect Gujarat
સમાચાર

દિવાળીમાં બનાવો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ

દિવાળીમાં બનાવો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ
X

સામગ્રી :- પડ માટે :- 2 કપ મેંદો

:- 2 ચમચા તેલ

:- તળવા માટે તેલ

:- મીઠું

ફીલિંગ માટે :- 100 ગ્રામ નુડલ્સ,

:- 50 ગ્રામ ફણગાવેલ મગ

:- 50 ગ્રામ ગાજર

:- 50 ગ્રામ ફણસી

:- 50 ગ્રામ કોબીજ

:- 4 ચમચા તેલ

:- 1 ચમચી આજીનો મોટો

:- 1 ચમચી સોયા સોસ

:- 2 કેપ્સીકમ

:- મીઠું

રીત :- * મેંદોમાં મીઠું નાખી ચાળી લો

* તેમાં તેલનું મોણ નાખી કણક બાંધી, અડધો કલાક ઢાંકીને રહેવા દો

* ત્યારબાદ બરાબર મસળીને સુંવાળી બનાવો

* એક વાસણમાં પાણી લઈ ઉકાળવું, તે ઉકળે એટલે એક ચમચી તેલ નાખી, નુડલ્સ નાખો

* તે બફાઈ જાય એટલે ચાળણીમાં કાઢી,નિતારી લઈ ,ઠંડા પાણીમાં ધોઈ લો

* ગાજરને છોલી,ધોઈ, સફેદ અને લીલો ભાગ કાઢી પાતળી લાંબી ચીરી કરો

* ફણસીના રેસા કાઢો, કોબીજને બારીક સમારો તથા કેપ્સિકમની બારીક સળી કરો

* ફણગાવેલા મગને બાફો

* એક વાસણમાં તેલ ગરમ કરી બધા શાક અને ફણગાવેલા મગ નાખી આજીનો મોટો નાખી,વધુ તાપે ગેસ પર રાખો

* ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ, સોયા સોસ અને મીઠું નાખી બરાબર હલાવી , થોડીવાર બાદ નીચે ઉતારી ઠંડુ પાડો

* તૈયાર કરેલી કણકમાંથી રોટલી વણી, બે ચમચા પૂરણ મૂકી રોટલીની આજુબાજુનો ભાગ વાળી વીંટો કરો, કિનારે પાણી લગાવી બરાબર ચોંટાડી દો,

* આ રીતે બધા રોલ્સ તૈયાર કરો, ફ્રાયપેનમાંથી તેલ ગરમ કરી રોલ્સ સાચવીને તળો,

* તે બદામી રંગના થાય એટલે કાઢી કાગળ ઉપર મુકો, જેથી વધારાનું તેલ ચુસાઈ જાય.

* રોલ્સના કટકા કરી. ચીલી સોસ અથવા ગાર્લિક સોસ સાથે ગરમાગરમ પીરસો,

Next Story