Connect Gujarat
ગુજરાત

ચારૂસેટ સ્થિત ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ વિભાગ સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યુ

ચારૂસેટ સ્થિત ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ વિભાગ સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યુ
X

ચારૂસેટ યુનિવર્સિટી સ્થિત ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી હેઠળ સંચાલિત એમ એન્ડ વી. પટેલ ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ વિભાગને ન્યુટન- ભાભા ફંડ હેઠળ સંશોધન કાર્ય માટે પ્રોજેક્ટની ફાળવણી થતા યુ.કે. સ્થિત રોયલ એકેડમી ઓફ એન્જીનિયરીંગના સહયોગમાં સંશોધન કાર્ય હાથ ધરવા માટેની તક પ્રાપ્ત થઈ છે.

૭૮ લાખના આ પ્રોજેક્ટ હેઠળ હાલમાં ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ વિભાગના વડા ડો. પ્રજ્ઞેશ ભટ્ટ અને પ્રોફેસર ડો. ભીનલ મહેતા તા. ૭ જુલાઈ, ૨૦૧૭ થી ૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધી રોયલ એકેડમી ઓફ એન્જીનિયરીંગ ખાતે યુ.કે. ના ખ્યાતનામ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ રીન્યુએબલ એનર્જી સોર્સીસ પર સંશોધન કાર્ય હાથ ધરશે.

આ પ્રોજેક્ટ થકી ભારતીય યુનિવર્સિટીના એન્જીનિયરીંગ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમોને ઉધોગોજગતની જરૂરિયાત મુજબના બનાવવા, વિદ્યાર્થીઓમાં પ્રેક્ટીકલ નોલેજની સાથે સાથે જરૂરી કૌશલ્યોનો વધારો થાય વગેરે ઉદેશ્યો રહેલા છે.

ડો. પ્રજ્ઞેશ ભટ્ટે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ પ્રોજેક્ટ હેઠળ લેબોરેટરીનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ જાતે જ રીન્યુએબલ એનર્જી સોર્સીસ થકી પાવરની ઉત્પતી પર સંશોધન કાર્ય હાથ ધરી શકશે.

વધુમાં આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ યુ.કે. ની ખ્યાતનામ કાર્ડિફ યુનિવર્સિટી અને ચારૂસેટ યુનિવર્સિટી વચ્ચે ફેકલ્ટી એકસચેન્જ પ્રોગ્રામ્સનું આયોજન પણ કરવામાં આવશે.

Next Story