Connect Gujarat
ગુજરાત

ચાર બંગડી વાળી કાર પોલીસે કરી જપ્ત,અપહરણ અને હત્યામાં ઉપયોગમાં લેવાય હોવાની આશંકા

ચાર બંગડી વાળી કાર પોલીસે કરી જપ્ત,અપહરણ અને હત્યામાં ઉપયોગમાં લેવાય હોવાની આશંકા
X

ચાર ચાર બંગડી વાળી ગાડીના ગીત થી લોકપ્રિય બનેલી ઔડી વધુ એક વખત ચર્ચાના એરણે ચઢી છે. અને પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં આ કારનો ઉપયોગ થયો હોવાની શંકા રાખીને કાર જપ્ત કરી વધુ તપાસ હાથધરી છે.

ગુજરાતની જાણીતી ગાયિકા અને ચાર ચાર બંગડી વાળી ઔડીના ગીત થકી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર કિંજલ દવેના આ ગીતમાં વપરાયેલ ઔડી કાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જાણવા મળ્યા મુજબ અમદાવાદ વટવા પોલીસે ગુજરાતી આલ્બમમાં વપરાયેલી સફેદ રંગની ઔડી કાર GJ-01-RJ-5511ને અપહરણ અને હત્યાના ગુનામાં ઉપયોગ લેવા બદલ જપ્ત કરી હતી.

સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની પુછ પરછ બાદ આ ચાર બંગડી વાળી કાર પણ ચકચારી ઘટનામાં પોલીસના હાથ લાગી હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસે હાલ તો કારને કબ્જે લઈને ખરેખર આજ ઔડી કાર યુવાનના અપહરણ અને હત્યાની ઘટનામાં ઉપયોગમાં લેવાય હતી કે નહિ તે અંગેની સઘળી હકીકતો જાણવા માટે ઝીણવટભરી તપાસ હાથધરી છે.

Next Story