Connect Gujarat
દેશ

ચૂંટણી પંચ દ્વારા ઈલેક્શનમાં ઉમેદવાર દીઠ રોકડ ખર્ચની મર્યાદા નક્કી કરાઈ

ચૂંટણી પંચ દ્વારા ઈલેક્શનમાં ઉમેદવાર દીઠ રોકડ ખર્ચની મર્યાદા નક્કી કરાઈ
X

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણીમાં ઉમેદવાર દીઠ રોકડ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ મર્યાદા અનુસાર પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચની રકમ 20 થી 28 લાખ વચ્ચે રાખવામાં આવી છે.

ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીએ ખર્ચની મર્યાદા અંગેની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે ગોવા અને મણિપુરમાં ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચ પર મર્યાદા 20 લાખ રૂપિયા છે જયારે પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચ મર્યાદા 28 લાખ રૂપિયા છે.

Next Story