Connect Gujarat
દેશ

ચૂંટણી ફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચારને કાયદેસર કરાશે !

ચૂંટણી ફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચારને કાયદેસર કરાશે !
X

ચૂંટણી સમયે પક્ષોને અપાતા દાનને સ્વચ્છ બનાવવાનાં ભાગરૃપે સરકારે ઇલેક્ટોરલ બોન્ડની જાહેરાત કરી હતી. આ બોન્ડ એસબીઆઇની પસંદગી યુક્ત શાખાઓે માંથી ખરીદી શકાશે. તેનો ઉપયોગ રાજકીય પક્ષોને દાન આપવા માટે કરવામાં આવશે.

લોકસભામાં એક નિવેદનમાં જેટલીએ જણાવ્યુ હતુ કે આ બોન્ડ પર ખરીદનારનું નામ લખવામાં નહીં આવે. એક હજાર રૃપિયા, દસ હજાર રૃપિયા, એક લાખ રૃપિયા, દસ લાખ રૃપિયા અને એક કરોડ રૃપિયાની કિંમતનાં બોન્ડ ખરીદી શકાશે. જો કે આ બોન્ડ વ્યાજ મુક્ત પ્રોમોસિરી નોટ જેવા હશે. આ બોન્ડની સમય મર્યાદા ફકત 15 દિવસ હશે.

આ સમયગાળામાં આ બોન્ડનો ઉપયોગ રાજકીય પક્ષોને દાન આપવા માટે કરવાનો રહેશે. આ બોન્ડ વર્ષમાં ચાર વખત એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓક્ટોબર મહિનાના પ્રથમ દસ દિવસની અંદર જ વેચાણ માટે ઉપલબ્ધ હશે. સામાન્ય ચૂંટણીના વર્ષમાં આ બોન્ડ 30 દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોન્ડ ખરીદનારાઓ બેંકમાં કેવાયસી કરાવવું પડશે.

Next Story