Connect Gujarat
ગુજરાત

ચેઇન સ્નેચીંક કરતા બે આરોપીઓને પકડી પાડતી અંકલેશ્વર GIDC પોલીસ

ચેઇન સ્નેચીંક કરતા બે આરોપીઓને પકડી પાડતી અંકલેશ્વર GIDC પોલીસ
X

અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓએ આરોપી શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી SC/ST સેલ,ભરૂચ તથા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરના સુચના આધારે આજરોજ અંકલેશ્વર પો.લીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.ગાગીયા તથા પો.સ.ઈ પી.આર.ગઢવી તથા પોલીસ સ્ટાફના પો.માણસો સાથે અનડીટેક્ટ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા CCTV ફુટેજ આધારે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ગુનાના આરોપીઓ હુઝૈફા અબુબક્કર અહમદ શેખ ઉ.વ-રર હાલ રહે- રાઝ ટાવર એપાર્ટમેન્ટ,મ.નં. ૩૦૮, આંબોલી ચારરસ્તા, તા.કામરેજ, જી.સુરત, મુળ રહે. આશીયાના નગર, પેટ્રોલપંપની પાસે, કીમ, તા.ઓલપાદ, જી.સુરત, આરોપી યોગેશભાઇ ભગવાનભાઇ માધુભાઇ જાદવ ઉ.વ-૧૯ હાલ રહે- આશીયાના નગર, પ્રભા પેટ્રોલપંપની પાસે, કીમ, તા.ઓલપાદ, જી.સુરત મુળ રહે- સાવરખેડ ગામ, તા. બુલદાના જી- ચીખલી (મહારાષ્ટ્ર)નાઓની અટક કરી હતી.

પોલીસે આ આરોપીઓ પાસેથી મોબાઈલ નંગ-૩ કી.રૂ-૧૦,૦૦૦/- તથા સોનાના ચેનની(માળા)ઓના ટુકડાઓ અલગ-અલગ નંગ-૫ જેનુ વજન ૩૫ ગ્રામ- કી.રૂ-૧,૦૭,૮૧૦/- તથા મોસા નંગ-૧ કી.રૂ-૪૦,૦૦૦/- તથા એકટીવા નંગ-૧ કી.રૂ-૪૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૧,૯૭,૮૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ મો.સા. બાઇક ઉપર આવી રસ્તે એકલ દોકલ આવતા જતી મહીલાઓ જેમા ખાસ કરીને વૃધ્ધ મહીલાઓના ગળામાથી સોનાની ચેન આંચકી (ખેચી) લઈ મો.સા. ઉપર ભાગી જવાની એમ.ઓ. ધરાવે છે.

Next Story