Connect Gujarat
ગુજરાત

છત્તીસગઢના મુખ્ય પ્રધાને અસાધારણ વૃધ્ધિ બદલ GNFCને એવોર્ડ એનાયત કર્યો

છત્તીસગઢના મુખ્ય પ્રધાને અસાધારણ વૃધ્ધિ બદલ GNFCને એવોર્ડ એનાયત કર્યો
X

રાયપુર ખાતે આયોજીત સમારંભમાં CNBC આવાઝ સીઈઓ એવોર્ડ એનાયત કરાયો

છત્તીસગઢ સરકાર અને CNBC આવાઝ (ભારતનું અગ્રણી બિઝનેસ એન્ડ ફાનાન્સિયલ ન્યુઝ નેટવર્ક)ના સહયોગથી, પ્રથમ CNBC આવાઝ CEO એવોર્ડઝ ૨૦૧૮ ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ એનડ કેમિકલ્સ લિમિટેડ (GNFC) ને “બિઝનેસમાં અસાધારણ વૃધ્ધિ” બદલ, CNBC આવાઝ CEO એવોર્ડઝની પ્રથમ એડીશનમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

GNFCને એનાયત કરવામાં આવેલો આ એવોર્ડ-ખૂબ જ સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉત્તમ પ્રકારની કામગીરી દાખવવાના કંપનીના પ્રયાસો અને નવતર અભિગમનુ પ્રતિબિંબ છે. GNFC ના મેનેજીંગ ડિરેકટર ડો. રાજીવ કુમાર ગુપ્તાએ આ એવોર્ડ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ડો. રમણસિંઘ કે જે આ એવોર્ડ વિતરણ સમારંભના મુખ્ય મહેમાન હતા તેઓના વરદ્દ હસ્તે સ્વીકાર્યો હતો.

આ સન્માન અંગે પ્રતિભાવ આપતાં GNFCના મેનેજીંગ ડિરેકટર રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે CNBC આવાઝ CEO એવોર્ડ એ અમારા પ્રોડકટ પોર્ટફોલિયો, ખર્ચના સાનુકૂલન (optimization) અને સામાજિક રીતે જવાબદાર બિઝનેસ મોડલમાં અમારી નિષ્ઠાનો પુનરૂચ્ચાર કરે છે. આપણા વડાપ્રધાન અને ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવેલી નીતિઓને કારણે ઉદ્યોગોમાં વિશ્વાસનુ પુન:સ્થાપન કરવાની નીતિ આગળ ધપાવવાને કારણે આ શક્ય બન્યું છે “

અન્ય મહાનુભાવો કે જેમને એવોર્ડઝ એનાયત કરાયા હતા.

તેમાં બંધન બેંકના CEO ચંદ્રશેખર ઘોષ, સ્ટર્લાઈટ ઈન્ડસ્ટ્રીઝના CEO આનંદ અગરવાલ, થર્મેક્સ કંપનીના CEO એમ.એસ. ઉન્નીકૃષ્ણન અને એપોલો હેલ્થકેર ના મેનેજીંગ ડીરેકટર સુનીતા રેડ્ડી તથા અન્યનો સમાવેશ થાય છે.

CNBC આવાઝ સીઈઓ એવોર્ડ ૨૦૧૮ની રચના ભારતના અત્યંત શક્તિશાળી કોર્પોરેટ લીડર્સને સન્માનવા માટે કરવામાં આવી છે. આ એવોર્ડ દ્વારા ઉદ્યોગસાહસિકતા, વ્યુહાત્મક દુરંદેશી અને પરિવર્તનકારી નેતૃત્વ દ્વારા નોંધપાત્ર કામગીરી કરનાર, નવો ચીલોચીતરનાર, નવીનીકરણ કરનાર તથા અગ્રણીઓને બિરદાવવામાં આવ્યા છે.

Next Story