Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : કઠમાંડવા ગામની શાળામાં આરામ ફરમાવતા શિક્ષકનો વિડીયો વાઇરલ

છોટાઉદેપુર : કઠમાંડવા ગામની શાળામાં આરામ ફરમાવતા શિક્ષકનો વિડીયો વાઇરલ
X

છોટાઉદેપુર જિલ્લાના કઠમાંડવા ગામની શાળાના શિક્ષકનો વીડીયો વાઇરલ થઇ રહયો છે. એક તરફ શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા આપી રહયાં છે તો બીજી તરફ શિક્ષક આરામ ફરમાવી રહયો છે. તપાસમાં આ શિક્ષક દારૂના નશામાં ધુત હોવાની વિગતો સપાટી પર આવી છે.

બોડેલી તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળામાં ચાલુ ફરજ દરમિયાન આરામ ફરમાવી રહેલાં શિક્ષકના વાઇરલ થયેલા વિડીયોએ શિક્ષક જગતને શર્મસાર કર્યું છે. વીડીયોમાં જોઇ શકાય છે કે, એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયાં છે તો બીજી તરફ શિક્ષક આરામની મુદ્રામાં છે. શાળાના અન્ય શિક્ષક અને ગ્રામજનો શિક્ષકને જગાડવા નો પ્રયાસ કરી રહ્યા છે પણ શિક્ષક નશામાં એટલો ચુર છે કે તે ઉઠી શકતો નથી. શાળામાં હાજર આ શિક્ષક ખુદ દારૂનો બંધાણી હોવાનું જણાવી રહ્યો છે. તે પોતે ઘરેથી દારુ પી ને શાળામાં આવતો હોવાનું જણાવે છે પરંતુ શાળાના વર્ગખંડ ની બહાર પડેલ દારૂની પોટલીઓ કઇ અલગ જ હકીકત બયાન કરી રહી છે.

શિક્ષકની આવી હરકતથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પરેશાન થઇ ગયાં છે. ઘટનાની જાણ થતા શાળાની મુલાકાતે દોડી આવેલાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારએ તપાસ કરી હતી અને શાળાનો આ શિક્ષક દારૂના નશામાં હોવાનો ખુલાસો કર્યો છે. દારૂ પી ને શાળામાં આવતા આ શિક્ષક સામે તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે. રાજય સરકાર દારુબંધીના કડક અમલના દાવા કરી રહી છે પણ છોટાઉદેપુર જિલ્લામાં તેના લીરેલીરા ઉડાવતી બે ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા નશામાં ધુત ડ્રાયવરે એસટી બસ વડોદરાના બદલે રાજપીપળા તરફ હંકારી મુકી હતી. હવે શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

Next Story