Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : 3.70 કરોડના ખર્ચે ચેકપોસ્ટનું થઇ રહયું છે નિર્માણ , હવે ચેકપોસ્ટ જ થઇ નાબુદ

છોટાઉદેપુર : 3.70 કરોડના ખર્ચે ચેકપોસ્ટનું થઇ રહયું છે નિર્માણ , હવે ચેકપોસ્ટ જ થઇ નાબુદ
X

મધ્યપ્રદેશને

અડીને આવેલાં છોટાઉદેપુર જિલ્લામાં બે વર્ષ પહેલાં 3.70 કરોડ રૂપિયાના ખર્ચથી ચેકપોસ્ટ બનાવવામાં

આવી રહી છે પણ હવે રાજય સરકારે ચેકપોસ્ટ નાબુદ કરી દીધી છે. ચેકપોસ્ટ માટે બનેલી

બિલ્ડીંગનો યોગ્ય ઉપયોગ થાય અને ખર્ચ માથે ન પડે તેવી સ્થાનિકો માંગ કરી રહયાં છે.

ગુજરાત અને

મધ્યપ્રદેશને જોડતાં નેશનલ હાઇવે ઉપર છોટાઉદેપુર ખાતે વર્ષોથી એક નાનકડી ઓરડીમાં

આર.ટી.ઓ. ચેકપોસ્ટ કાર્યરત છે. બે વર્ષ પહેલાં ચેકપોસ્ટની એક નવીન ઈમારત બનાવવા

સરકારે મંજૂરી આપી. આ ઇમારતનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુરથી 7 કીમીના અંતરે 3.70 કરોડ ના ખર્ચે નિર્માણ કાર્ય ચાલુ છે.

સુવિધા સંપન્ન આર.ટી.ઓ. ચેકપોસ્ટ ની ઇમારતનું કામ લગભગ પૂર્ણાંતાના આરે છે ત્યારે

સરકારે ચેકપોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેવામાં કરોડોનો ખર્ચ કરી બનાવવામાં

આવેલ બિલ્ડીંગનું શું થશે

તેવો સવાલ ઉભો થયો છે. ખુદ આર.ટી.ઓ. વિભાગને પણ આ બિલ્ડીંગ નું શું કરવું તેની

જાણકારી નથી અહીંના લોકો જો ચેકપોસ્ટ બંધ થાય તો પ્રજા ના રૂપિયે નિર્માણ પામેલી આ

બિલ્ડીંગનો સદઉપયોગ થાય અને કરોડો રૂપિયા વ્યર્થ ના જાય તેવી માંગ કરી રહ્યા છે.

Next Story