Connect Gujarat
ગુજરાત

જંબુસરના કારેલી ગામેથી જળ સંચય અભિયાનનું પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થયું સમાપન

જંબુસરના કારેલી ગામેથી જળ સંચય અભિયાનનું પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થયું સમાપન
X

રાજ્ય સરકાર ધ્વારા પહેલી મે, 2018 થી ભરૂચ માંથી જ શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાનને આજે રાજ્યભરમાં સમાપન થયેલું જાહેર કરવામાં આવશે. ત્યારે ભરૂચ જિલ્લનો સમાપન સમારંભ જંબુસર તાલુકાના કારેલી ગામે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાનાં પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદિપસિંહ જાડેજાએ પ્રથમ ગામમાં થયેલા તળાવનાં કામોનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા-અર્ચના કરી જિલ્લામાં ચાલી રહેલા અભિયાનને પૂર્ણ થયેલું જાહેર કર્યું હતું. જોકે આ પ્રક્રિયામાં પ્રગતિમાં રહેલા કામો પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રાખવા જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાનાં જળ સંચય અભિયાનના સમાપન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર રવિ અરોરા, જિલ્લા વિકાર અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લાનાં ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ અને સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="50112,50113,50114,50115,50116,50117,50118,50119,50120,50121,50122,50123,50124"]

ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવ ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, નહેરોની સફાઇ સહિત વિવિધ કામોનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લામાં ૨૨૯ ગામોમાં ૭૧૮ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ૭૦૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં ૭૫ તળાવો, ૩૦ ચેકડેમ ડીસીલ્ટીંગ અને ૨૬ ખેત-વનતલાવડીના કામોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી ૧૭,૭૬,૦૦૦ માટીકામ થયેલ છે. ૧૩૦૫ મીલીયન લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે. સમગ્ર જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ દરરોજ ૧૮૦ જેટલા જે.સી.બી. યુનિટ કામગીરી કરી રહ્યા છે તેમજ ૩૯૬ જેટલા ટ્રેકટરો અને ડમ્પરો આ કામગીરીમાં જોતરાયા હતા.

Next Story