Connect Gujarat
ગુજરાત

જંબુસરમાં ૭ દુકાનોનાં તાળાં તુટ્યા, તસ્કરો બેફામ બનતાં વેપારીઓમાં ભય

જંબુસરમાં ૭ દુકાનોનાં તાળાં તુટ્યા, તસ્કરો બેફામ બનતાં વેપારીઓમાં ભય
X

બાયપાસ અને હાઇવેપરની ૬થી૭ દુકાનોના તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર

જંબુસરમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેતાં વેપારી આલમમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાયી છે. બીજીતરફ પોલીસના નાઇટ પેટ્રોલીંગના ઘજાગરા ઉડાવી પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="47355,47356,47357,47358"]

જંબુસરમાં ઘર હોય કે મકાન કે પછી દુકાન પોલીસને તસ્કરો જાણે અવારનવાર ચેલેન્જ આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ અગાઉ સોસાયટીનાં પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પોલીસ હજુ તો એ દિશામાં તપાસ કરે તે પહેલાં તારીખ ૪ ની મોડી રાત્રે પુન: તસ્કરોએ જંબુસરની બાયપાસ અને હાઇવે ઉપર આવેલા શોપિંગ સેન્ટરોની દુકાનને નિશાન બનાવી ૬ થી ૭ દુકાનોના તાળા તોડી તસ્કરી કરી હતી. ઘટનાને પગલે વેપારીઓની ઉંધ હરામ થવા સાથે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ,દિવસે ને દિવસે જંબુસરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી ત્યાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી છે.

Next Story