Connect Gujarat
ગુજરાત

જંબુસર ખાતે 4 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો.

જંબુસર ખાતે 4 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો.
X

ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ ખાતે 4 વર્ષીય બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને મોતને ઘાટ ઉતારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

આરોપી શંભુ રાય સંગભાઈ પઢીયારે તારીખ 13મી નારોજ 4 વર્ષીય બાળકને આઈસ ક્રીમ ખવડાવવાના બહાને સાથે લઇ ગયો હતો.પરંતુ નરાધમ નો બદ ઈરાદો હોય શંભુ પઢીયારે ગામ ના તળાવ પાસેની અવાવરું જગ્યા માં બાળક સાથે બદ કામ કરીને પોતાનું હિચકારું કૃત્ય જાહેર ન થઇ જાય તે માટે તેને બાળકની હત્યા કરીને નગ્ન હાલતમાં લાશ ફેંકી દીધી હતી.અને ફરાર થઇ ગયો હતો.

download (3)

જંબુસર પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.અને ફરાર આરોપી શંભુ પઢીયારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story