Connect Gujarat
ગુજરાત

જંબુસર તાલુકાનાં વારેજા ગામે આદિવાસી કુટુંબોએ નવરાત્રીની પરંપરાને જીવંત રાખી

જંબુસર તાલુકાનાં વારેજા ગામે આદિવાસી કુટુંબોએ નવરાત્રીની પરંપરાને જીવંત રાખી
X

ભરૂચ જિલ્લાનાં જંબુસર થી 30 કિલો મીટરનાં અંતરે આવેલ કનગામ ગૃપ ગ્રામ પંચાયતનાં વારેજા ગામે વસેલા ભિલાલા જાતિનાં આદિવાસીઓનાં 60 કુટુંબોનાં આશરે 400 જેટલા લોકો 1995માં મધ્ય પ્રદેશનાં મહેલગાંવ તાલુકા સંઢવા જિલ્લા અલીરાજપુર નર્મદા ડેમ બાંધકામ સમયે પોતાની જમીનો ડુબાણમાં ગઈ હોવાથી સદર પરિવારો સ્થળાંતર કરી જંબુસર તાલુકાનાં વારેજા ગામે આવેલ આવીને વસ્યા હતા.

જ્યાં સરકાર દ્વારા 5 એકર જમીન તથા મકાન બનાવવા ખુલ્લા પ્લોટો આપવામાં આવ્યા હતા. આ વારેજા ગામ 100 વર્ષ પહેલાનું નામ છે, જેને આજે પણ એજ નામથી ઓળખવામાં આવે છે. વારેજા ગામે વસેલ ભિલાલા જાતિનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે જેમના મુખ્ય તહેવાર નવરાત્રી, હોળી, ધુળેટી, દિવાળી તથા દિવાસો છે.

દિવાસાનાં તહેવારનો નિયમ ધરમ વરસાદ પડે ત્યાર થી શરુ કરવામાં આવે છે. જેમાં ભીંડા ચીભડા, મકાઈ, ચોરી, તુવેરસીંગ જેવા શાકભાજી ભોજનમાં લઇ શકતા નથી. દિવાસો દરમિયાન ખેતર માંથી ઘાસનો પૂળો પણ બંધાતો નથી. દિવાસોનાં દિવસે ગામના પટેલ પૂજા કરે અને ગામલોકો ભેગા થઇ ભોગ આપે છે. ત્યારબાદ વિધિ પુરી થાય છે અને ત્યારબાદ ખેતરમાં થતી શાકભાજીનો ઉપયોગ ભોજનમાં થાય છે.

આ જાતિના લોકોનું શસ્ત્ર ધારિયુ, પાળિયું, તીરકામઠું, ડાંગ, દાતરડું છે. નવરાત્રીનાં શુભ દિવસોની શરૂઆત દિવાસોનાં દિવસની પૂજા વિધિ બાદ જ ઘરની સાફ સફાઈ લીપણ તથા ઓજારોની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમ નવરાત્રીની પૂર્વ તૈયારીમાં સદર જાતિના લોકો પોતાનો સમય ગાળે છે.

નવરાત્રીની ઉજવણી પણ ખાસ ઉમંગ ઉત્સાહ થી કરવામાં આવે છે. અબાલ વૃધ્ધ સૌ કોઈ પરંપરા મુજબના વસ્ત્રો, આભૂષણો, વેશ પરિધાન કરી દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરે છે, અને સૌ ગરબાનાં તાલે ઝૂમી ઉઠે છે.

ગરબા શરૂથાય ત્યાં અંત સુધી એકધારી દાંડિયા તથા હાથતાળી થી સતત રોકાયા વગર વિરામ કર્યા સિવાય ગરબાની રમઝટ ચાલુ રહે છે. જે તાલુકામાં એ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અને લોકો પણ પરંપરાગત ગરબા જોવાનો લ્હાવો લે છે.

નવરાત્રી શરુ થાય ત્યાર થી દશેરા સુધી માતાજીની સેવા કરનાર સેવક આકરા તપ કરે છે. આમ બધા સાથે રહી એકમેકનાં સુખદુઃખમાં સહકાર આપે છે. આત્મીયતા એકતાથી જીવન જીવે છે. અને પોતાની પુરાણી પરંપરા જાળવી રાખી ઉમંગ ઉત્સાહથી હિન્દુ પર્વોની ધર્મભીની ઉજવણી કરે છે.

Next Story